જૂનાગઢમાં દરરોજ અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે અકસ્માતનું એકમાત્ર કારણ છે. જૂનાગઢના બિસ્માર રોડ રસ્તા જૂનાગઢના બિસ્માર રસ્તાના કારણે લોકોને મોતનો સામનો કરવો પડી રહ્યો છે. જૂનાગઢમાં દરરોજ મોટી સંખ્યામાં અકસ્માતો થઈ રહેલ છે અને જૂનાગઢ અકસ્માતનું ઘર બની ગયું હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. જૂનાગઢના બિસ્માર રસ્તાના કારણે માલસામાન ભરેલા વાહનો પલ્ટી મારી જાય છે અને વાહનોમાં પણ મોટી નુકસાની આવે છે પરંતુ કોઈ જાનહાનિ થતી નથી ત્યારે લોકોમાંથી સવાલો ઉઠી રહ્યા છે કે શું તંત્ર અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થયા બાદ બિસ્માર રસ્તાની કામગીરી હાથમાં લેશે ? જૂનાગઢના મધુરમ બાયપાસ પાસે માલ ભરેલી છકડો રીક્ષા પલ્ટી મારી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો તેમજ જૂનાગઢ શહેરના તળાવ દરવાજા પાસે સોમવારે એક ગુડ્ઝ સપ્લાય વાહન પલ્ટી ખાઈ ગયું હતું આવા દ્રશ્યો દરરોજ સર્જાઈ રહ્યા છે.
જૂનાગઢ શહેરના બિસ્માર માર્ગોની મરામત કરવા સુતેલું તંત્ર ક્યારે જાગશે ? શું તેમને જગાડવા કોઈ નવતર પ્રયોગ કરવો પડશે ? અનેક પ્રયોગો કરવા છતાં તંત્રના આંખ આડા કાન કેમ કરે છે ? શું તંત્ર રાહ મોટી જાનહાનિ થવાની રાહ જાેઈ રહેલ છે? વગેરે સવાલો જનતામાંથી ઉઠી રહ્યા છે. જૂનાગઢ શહેરના રસ્તાઓની તત્કાલ મરામત કરવા કાર્યવાહી હાથ નહીં ધરાય તો જનતા ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પરંતુ રોડ ઉપર આવી જશે તેવો આક્રોશ જૂનાગઢના શહેરીજનોમાં જાેવા મળી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews