જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ૪૪ દિવસમાં ર૮૬થી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓનાં મૃત્યું થતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામેલ છે. એક તરફ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં જવાબદાર સ્ટાફની બેદરકારી અને અપુરતા ઓકસીઝનનાં બાટલાનાં કારણે દર્દીઓનાં ટપોટપ મોત થઈ રહ્યા છે. તેવા ચોકવનારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ શહેરનાં રોજનાં ૧૭ થી ૧૮ કેસો તેમજ અન્ય તાલુકાનાં મળીને કુલ જીલ્લામાં ૩પ થી ૪૦ની એન્ટ્રી નોંધાય છે. છેલ્લા બે માસનાં સત્તાવાર રીતે જાહેર થયેલ આંકડા જાેશું તો કાંઈ પણ કોરોનાથી મૃત્યું થયેલાની નોંધ દર્શાવતા પરંતુ આધારભુત રીતે મળેલી માહિતી અનુસાર ૪૪ દિવસમાં ર૮૬ વ્યકિતઓનાં મોત થયા છે. તેને શા માટે છુપાવવામાં આવ્યા છે. જે છુપાવવાની કામગીરી કરનાર જવાબદારને કડકમાં કડક સજા કરવા પ્રજામાંથી પ્રચંડ અવાજ ઉઠયો છે. આટલી બધી બેદરકારી.. તબીબી સેવાનાં ઓઠા હેઠળ ધોળે દિવસે મોતને ઘાટ ઉતારનાર જવાબદારને તત્કાલ રૂખસદ આપી દેવી જાેઈએ, તેનાં વિરૂધ્ધ માનવ હત્યાનો ગુન્હો દાખલ થવો જાેઈએ તેવી પ્રજામાંથી માંગણી ઉઠી છે. ૪૦૦૦ દર્દીઓ જૂનાગઢ શહેર જીલ્લામાં હોમકોરન્ટાઈન થયા છે, ૧૦૦ જેટલા પેશન્ટો રાજકોટ તેમજ ૧૦૦ જેટલા પેશન્ટો અમદાવાદ હોવાનું જાણવા મળે છે. કોરોના દર્દીઓનાં કેવી સારવાર આપવામાં આવી છે તેનાં તો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને હોસ્પિટલનાં નિંભર અને જવાબદાર તંત્રની કામગીરી અંગે ગંભીર પ્રકારનાં આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અનેક ફરિયાદો જૂનાગઢ સિવીલ હોસ્પિટલનાં જવાબદાર તંત્રની ઉઠવા પામી છે. કોરોનાનાં નામે ચાલતું કોૈભાંડ તેમજ દર્દીઓનાં મોતનાં જવાબદાર એવા તમામ સામે કડક પગલાની માંગણી ઉઠવા પામી છે. જૂનગાઢ શહેરની જનતાએ પણ હવે જાગી જવાની જરૂર છે કે નિવેદનીય નેતાઓનાં ભરોસે આપણા જીવનને ન મુકાય અને જેથી જૂનાગઢ શહેરની તમામ જનતાએ જાગૃતી દાખવી અને જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓને પુરતી સુવિધા સાથે સારવાર મળી રહે તે માટેની બુંલદ માંગ કરવી પડશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews