Friday, January 22

જૂનાગઢમાં પણ કોકીલાબેન અંબાણી હોસ્પીટલ બનાવવા મેયર ધીરૂભાઈ ગોહેલ દ્વારા અનુરોધ

જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે રીલાયન્સ ઈડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને લાગણી પૂર્વક રજૂઆત કરી છે અને જૂનાગઢને આંગણે મુંબઈની કોકીલાબેન અંબાણી હોસ્પીટલ જેવી હોસ્પીટલ બનાવવા અનુરોધ કરેલ છે. જૂનાગઢ અને સોરઠ પંથક તો રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક એવા ધીરૂભાઈ અંબાણીનું વતનનો નાતો છે અને આ જૂનાગઢ શહેરમાં તો ધીરૂભાઈ અંબાણીના જુના સંસ્મરણો અને સ્મૃતિઓ રહેલી છે ત્યારે કોરોના કાળમાં જૂનાગઢ અને આસપાસની જનતાને વધુ સારી સુવિધા આરોગ્યની પ્રાપ્ત થાય તે માટે એક અધ્યતન હોસ્પીટલ બનાવવની લાગણી વ્યકત કરી છેે.
જૂનાગઢ સહીત સોરઠ અને આસપાસના વિસ્તારોના લોકોને પૂરતી આરોગ્ય સુવિધા પ્રાપ્ત થઈ શકે તેમજ હાલ જયારે અનેક પ્રકારના રોગચાળો તેમજ ગંભીર બિમારીઓ થતી હોય છે તેમજ કેટલાક કિસ્સાઓમાં અપૂરતી સુવિધાના કારણે ઘણી વખત ના છુટકે દર્દીઓને મોટા સીટીમાં મોકલવા પડતા હોય છે અને એક અદ્યતન હોસ્પીટલ જૂનાગઢના આંગણે જ હોય અને તમામ સારવાર જૂનાગઢ શહેરમાંથી મળી શકે તેવી સુવિધા અને મુંબઈની કોકીલાબેન અંબાણી હોસ્પીટલ જેવી જ જૂનાગઢના આંગણે હોસ્પીટલ શરૂ થાય તે માટે અનુરોધ કરવામાં આવેલ છે. મનપાના મેયર ધીરૂભાઈ ગોહેલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીને પાઠવેલા પત્રમાં જણાવેલ છે કે, ધીરૂભાઈ અંબાણીનું જન્મ સ્થળ ચોરવાડ જૂનાગઢ જીલ્લાનું છે તેમજ જૂનાગઢ સ્વામીવિવેકાનંદ હાઈસ્કૂલ ખાતે અભ્યાસ પણ કરેલ છે અને જૂનાગઢમાં ઘણા વર્ષો સુધી રહ્યા હતા અને વ્યવસાયની શરૂઆત પણ જૂનાગઢ ખાતેથી કરી હતી જેથી જૂનાગઢની ભૂમિનું ઋણ આપના પરીવાર ઉપર છે. ૧૯૮૭ના દુષ્કાળના સમયમાં જૂનાગઢના સાંસદ મોહનભાઈ પટેલ સાથે જૂનાગઢ જેન્ટ્રીઓ જેમાં શ્રી ધીરૂભાઈ અંબાણીના ખાસ મીત્ર શાંતિભાઈ ભટ્ટ પણ હતા અને અમે બધા ધીરૂભાઈ અંબાણીને મળવા મુંબઈ આવેલા હતા ત્યારે જુના સંસ્મરણો તાજા કર્યા હતા. ધીરૂભાઈ અંબાણીની પ્રગતિમાં કોકીલાબેન અંબાણી તથા આપ સૌનો પુરૂષાર્થ રહેલો છે અને ધીરૂભાઈ અંબાણીએ રિલાયન્સના માધ્યમથી સેવાયજ્ઞ શરૂ કરેલ છે તે આપે ચાલુ રાખી તેમાં સતત વધારો કરેલ છે અને લાખો લોકોને રોજગારી આપી છે. એટલું જ નહીં આપના પરીવાર દ્વારા કોકીલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પીટલ એન્ડ મેડીકલ ઈન્સ્ટીટયુટ મુંબઈ, સ્કૂલ, કોલેજ ઈન્દોર, નવી મુંબઈ તથા અન્ય જગ્યાએ સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે તે ખુબજ સરાહનીય છે અને આપના પરીવાર દ્વારા આવ જ કાર્યો હજુ પણ થતા રહે તેવી કામના વ્યકત કરી હતી. આ પત્રમાં મેયર ધીરૂભાઈ ગોહેલે વધુમાં જણાવ્યું હતું કે, તા.૭/૯/ર૦ર૦ના રોજ તેઓ મુંબઈ આવેલા ત્યારે કોકીલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પીટલ એન્ડ મેડીકલ ઈન્સ્ટીટયુટની મુલાકાત લીધેલ હતી ત્યારે ડો.વિમલ સોમેશ્વર તથા સી.ઈ.ઓ. સંતોષ શેટી મળી હોસ્પીટલ વિષેની જાણકારી મેળવી હતી. વધુમાં અમેરીકામાં મારો પુત્ર ડો.તુષાર ગોહેલ-ગેસ્ટોમાં સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટર છે એટલે ત્યાંનો ઘણી હોસ્પીટલની મુલાકાત લીધી છે પરંતુ આપની હોસ્પીટલની મુલાકાત પછી વિદેશની હોસ્પીટલ ઝાંખી પડે તેવું લાગ્યું તે માટે અંબાણી પરીવારને અભિનંદન પાઠવ્યા હતા. દરમ્યાન જૂનાગઢ શહેર/ જીલ્લો, સોરઠ ખુબજ પછાત છે અને વસ્તી ખુબજ ગરીબ છે. અહીંયા શ્રી કોકીલાબેન અંબાણી હોસ્પીટલ જેવી હોસ્પીટલ બનાવવા આપના સી.ઈ.ઓ. સાથે ચર્ચા કરી અમારી લાગણી આપના સુધી પહોંચાડવા વિનંતી કરેલ હતી. વિશેષમાં જૂનાગઢ હોસ્પીટલ બનાવવાથી જૂનાગઢ જીલ્લો, અમરેલી જીલ્લો, ગીર સોમનાથ જીલ્લો, પોરબંદર જીલ્લો તથા રાજકોટ જીલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાનો વિસ્તારના લોકો ઉપરાંત સમગ્ર ગુજરાતને લાભ મળી શકે તેમ છે. જૂનાગઢમાં નહીં પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આપની આ હોસ્પીટલ જેવી એક પણ હોસ્પીટલ નથી. જૂનાગઢમાં આપને સારૂ વાતાવરણ-જમીન-ઈન્ફ્રાસ્ટ્રકચર વગેરે આપવાની અને તમામ પ્રકારની મદદ કરવાની સોરઠની દેવભૂમિમાં વસતા લોકો વતી ખાત્રી આપું છે અને આ સાથે જ જૂનાગઢમાં જ ધીરૂભાઈ અંબાણી હોસ્પીટલ બનાવવા માટે લાગણી સાથે વિનંતી કરી રહ્યો છું તેમ પાઠવેલ પત્રમાં ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!