ચીન સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે હાઈએલર્ટ ભારતીય નેવીએ પોતાનાં મુખ્ય થિયેટર સ્તરીય અભ્યાસ ટ્રોપેકસની તૈયારી શરૂ કરી દીધી છે જે આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાશે. ટોચનાં સૂત્રો અનુસાર તૈયારી જાેર-શોરથી ચાલી રહી છે. પૂર્વ અને પશ્ચિમી કમાન્ડ બંનેમાંથી વધારાનાં જહાજાે રવાના થઈ ગયા છે અને હાલ દરિયામાં પોઝિશના ઉપર છે. સૂત્રો અનુસાર ટ્રોપેકસ પહેલા જ સર્તક નેવીને આકસ્મિક સ્થિતિઓ માટે વધુ તૈયાર કરવામાં મદદગાર થશે. તેમણે સાથે જ કહ્યું કે, હાલની સ્થિતિમાં આ અભ્યાસા દરમ્યાન ચીનની ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સંભાવના છે. લાંબા સમય બાદ જુદી જુદી કમાન્ડા અભ્યાસ, પશ્ચિમી કમાન્ડ ડિફેન્સ ઓફ ગુજરાત(ડીજીએકસ) અને ઈસ્ટર્ન નેવલ કમાન્ડ ઓપરેશન રેડીનેસ એકસરસાઈઝ(ઈએનસીઓઆરઆઈ) માટે ટ્રોપેકસ એટલે થિયેટર લેવલ રેડીનેસ એન્ઠ ઓપરેશનલ એકસરસાઇઝનું આયોજન નેવી દર બીજા વર્ષે કરે છે. ટ્રોપેકસનું આયોજન ગુપ્ત રીતે નિર્ધારીત આકસ્મિક સ્થિતિઓ ઉપર આધારીત નેવી સંચાલન સંબંધી તૈયારીઓનું આકલન કરીને થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews