લદ્દાખ બાદ ચીને અરૂણાચલની પાસે વધારી હલચલ, ભારતીય સેના એલર્ટ

0

લદ્દાખમાં પેંગોંગની આજુબાજુ ભારતે ચીનની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા ઉપરાંત મહત્વનાં શિખરોમ ઉપર કબજાે પણ કરી લીધો છે. અહી પીછેહઠ થયા બાદ ચીનનાં સૈનિક લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(એલએસી)નાં બીજા વિસ્તારમાં તેની મુવમેન્ટ વધારી રહ્યા છે. ચીને અરૂણાચલમાં એલએસીનાં ર૦ કિલોમીટર અંતર ઉપર હિલચાલ વધારી દીધી છે તથા બરફાચ્છાદિત વિસ્તારોમાં પણ સૈન્ય છાવણીઓ બનાવી લીધી છે. ભારતીય સુરક્ષા એજન્સી અને ગુપ્તચર સંસ્થા આ હિલચાલ ઉપર ચાંપતી નજર રાખી રહી છે તેમ જ અહી સેનાની વ્યૂહાત્મક ગોઠવણ પણ વધારી દીધી છે. સરકારી સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, લદ્દાખમાં પીછેહઠ થયા બાદ ચીન નવા વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ના કરી રહ્યું છે, જેને પગલે ભારત લદ્દાખથી અરૂણાચલપ્રદેશ સુધી ચીનની સાથે જાેડાયેલા તમામ સેકટરોમાં ચાંપતી નજર રાખી રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!