રાજકીય પક્ષો કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરે : નિયમો બધા માટે એક સરખા

0

રાજયમાં વધતા જતા કોરોનાના કેસોને લઈ હાઈકોર્ટમાં ચાલતી સુઓમોટો પીઆઈએલ અનુસંધાને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખએ તાજેતરમાં હાઈકોર્ટના ચીફ રજીસ્ટ્રારને પત્ર લખી પ્રજાના મહામૂલ્ય જીવનની રક્ષા માટે કોરોના સંક્રમણની સમાપ્તિ ન થાય અને વેકિસન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રાજકીય મેળાવડાઓ ઉપર પ્રતિબંધ મુકવા કરેલી વિનંતીને પણ હાઈકોર્ટે ધ્યાને લઈ સુઓમોટો અરજીની સુનાવણી દરમ્યાન રાજકીય પક્ષો, નેતાઓ તથા કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરતા લોકોને ફટકાર લગાવી હતી અને કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવા આદેશ કર્યો છે. રાજયમાં કોરોનાના કેસો ખાસ કરીને વડોદરા, સુરત, રાજકોટ વગેરે શહેરોમાં ચિંતાજનક રીતે વધી રહયા છે. તેવી પરિસ્થિતિમાં ભાજપના નવ નિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યોજેલા પ્રવાસ દરમ્યાન અસંખ્ય કાર્યકરો માસ્ક ન પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા જાેવા મળ્યા હતા. આ મેળાવડા બાદ ભાજપના નેતાઓ અને અસંખ્ય કાર્યકરો કોરોનાથી સંક્રમિત થયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરતી વખતે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવ્યો હતો. આમ કોરોના મહામારી વચ્ચે પણ યોજાતા રાજકીય મેળવડાઓને કારણે સંક્રમણ વધી જતા હાઈકોર્ટમાં કરાયેલી સુઓમોટો અરજી અને ધારસભ્ય ગ્યાસુદીન શેખે લખેલા પત્રને ગંભીરતાથી લઈ હાઈકોર્ટે રાજકીય પાર્ટીઓને ફટકાર લગાવી હતી અને જણાવ્યું હતું કે, રાજકીય પક્ષના લોકો પ્રજાના માર્ગદર્શક છે. આથી નાના-મોટા દરેક રાજકીય લોકો સરકારની ગાઈડલાઈનનું પાલન કરે. નિયમો બધા માટે સરખા છે. એમ જણાવી ગાઈડલાઈનનું કડક પાલન કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત મોટા શહેરોમાં વધતા જતા કોરોનાના કેસોને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યકત કરી હતી. તેમજ સરકાર અને કોર્પોરેશનનેકડક આદેશ કરતા જણાવ્યંુ છે કે રાજયમાં તમામ મોટા શહેરોના નાગરીકો પાસે ગાઈડલાઈનનો કડક પણે અમલ કરાવો. કોરોનાના કેસો ઉપર કાબુ મેળવવા કડક પગલા લેવા અને જરા પણ બેદરકારી ન દાખવવા જણાવ્યું છે. અમદાવાદ શહેરમાં સાંજે ણ લોકોના ટોળા જાેવા મળે છે. અને અનેક શહેરોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન થતું નથી. સરકારી ગાઈડ લાઈનનું પાલન ન કરનારા શિક્ષિત લોકો જ હો છે. એમ જણાવી જરા પણ બેદરકારી ન દાખવવા જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!