ભારત-ચીન સરહદે છેલ્લા છ માસમાં કોઈ ઘૂસણખોરી નથી થઈ, પાક. સરહદે ૪૭ વખત ઘૂસણખોરોનો પ્રયાસ

0

લદાખમાં ચીનની ઘૂસણખોરીના પ્રયાસોનો સમાચાર સતત આવી રહી છે. પરંતુ સરકારે બુધવારે સંસદમાં નવો ખુલાસો ફેંકતા કહયું કે, ભારત-ચીન સરહદ ઉપર છેલ્લા ૬ મહિનામાં કોઈ ઘૂસણખોરી કરીનથી.સંસદના ત્રીજા દિવસે ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાયે રાજયસભામાં એક સવાલના લેખિત જવાબમા આ માહિતી આપી હતી.સાથે જ કહયું કે,આ દરમ્યાન પાકિસ્તાન સરહદ ઉપરથી ૪૭ વખત ઘૂસણખોરી કરવામાં આવી હતી.માર્ચમાં ૪ વખત, એપ્રિલમાં ર૪ વખત, મે મહિનામાં ૮ વખત અને જુલાઈમાં ૧૧ વખત આવું થયું હતું. સાંસદ અનિલ અગ્રવાલે ઘૂસણખોરીના મુદ્દે સવાલ કર્યો હતો. ગૃહ રાજયમંત્રીએ વધુ એક સવાલના જવાબમાં જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં પ ઓગસ્ટ ર૦૧૯થી ૧૦ સપ્ટેમ્બર ર૦ર૦ સુધી આતંકી ઘટનાઓમાં સુરક્ષાદળોના ૪૯ જવાન અને૪પ સામાન્ય નાગરીક માર્યા ગયા હતા. આ દરમ્યાન સીઝફાયરના ઉલ્લંઘનમાં રપ જવાન અને ર૬ નાગરીકોના મોત થયા હતાં. ગૃહરાજયમંત્રીના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન અને બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભારતમાં આવ્યા છે. તે અહીંયા લોન્ગ ટર્મ વિઝા ઉપર રહે છે. સરકાર તેમની સુવિધાઓનું ધ્યાન રાખી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!