બેટ દ્વારકાનાં ઐતિહાસિક મંદિર હનુમાન દાંડીનાં મહંતનું નિધન

ઓખા મંડળના વિશ્વ વિખ્યાત બેટ દ્વારકાના હનુમાન મંદિરના મહંતનું ગઈકાલે બુધવારે બીમારી સબબ સારવાર દરમ્યાન નિધન થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ બેટ -દ્વારકા ખાતે સ્થિત હનુમાન દાંડીના વિશ્વવિખ્યાત મંદિર ખાતે છેલ્લા આશરે બે દાયકાથી રહીને અવિરત રીતે સેવા કરી, મંદિરની પ્રસિધ્ધિ, લોકપ્રિયતા સાથે સેવામાં નોંધપાત્ર પ્રદાન આપનાર આશરે ૭૫ વર્ષીય પુ. શ્રી બ્રહ્માનંદજી મહારાજ છેલ્લા કેટલાક દિવસોથી થયા વિવિધ પ્રકારની બિમારી સબબ જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં ગઈકાલે બુધવારે તેમણે અંતિમ શ્વાસ ખેંચ્યા છે. અન્ય રાજ્યમાં રહેતી તેમની પુત્રી અત્રે આવ્યા બાદ તેમની અંતિમવિધિ સંપન્ન થશે તેમ જાણવા મળેલ છે. બેટ દ્વારકાના મંદિરના નિધનથી તેમના ચાહકો તથા મોટી સંખ્યામાં ભક્તોમાં શોકની લાગણી પ્રસરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!