કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદની વહીવટી કામગીરી કેશોદ નગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા કરવાની જવાબદારી મામલતદાર કચેરી દ્વારા આદેશ કરી સોંપવામાં આવી હતી. છેલ્લાં દોઢેક મહિનાથી શની-રવી અને જાહેર રજાનાં દિવસોમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. ગત સપ્તાહથી કેશોદ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતાં સંક્રમણથી થયો હોવાનાં ડર સાથે સ્થિતિ ગંભીર બને એ પહેલાં કેશોદ નગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા લેખિતમાં રજૂઆત કરી તારીખ ૧૭/૯/૨૦૨૦થી કોરોના મહામારીની કામગીરીથી અળગા રહેવાની જાણ કરી છે. કેશોદ શહેરમાં અત્યારની પરિસ્થિતિ મુજબ અંદાજે ચારસો પચ્ચીસ જેટલાં વ્યક્તિઓ કોરોના મહામારીમાં સપડાયાં છે અને છેલ્લાં પખવાડિયામાં સંક્રમણ વધતાં કેસ વધી રહ્યાં છે ત્યારે એકધારા દોઢેક માસથી કોરોના મહામારીમાં યોધ્ધા બની કામગીરી કરી રહેલાં નગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા ગત તારીખ ૯/૯/૨૦૨૦નાં રોજ લેખિતમાં રજૂઆત કરી હતી ત્યારે તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક ર્નિણય લેવામાં ન આવતાં આજે નાછુટકે કામગીરીથી અળગા રહેવાની જાણ કરી છે. હવે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કોરોના મહામારીમાં કોણ કામગીરી સંભાળશે એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews