Monday, January 18

દેશી ગાય આધારીત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુત કુટુંબને ગાય માટે નિભાવ માટેની યોજના અને પ્રાકૃતિક નિર્દેશન કીટ સહાય યોજનાનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા સરદાર પટેલ સભાગૃહ ખાતે આજે સવારે ૯ કલાકે જીલ્લા વહીવટી તંત્ર તેમજ કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અત્મનિર્ભર ગુજરાત પેકેજ અને સાત પગલા ખેડુત કલ્યાણ અંતર્ગત દેશી ગાય આધારીત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુત કુટુંબને એક ગાય માટેની સહાય આપવાની યોજના અને પ્રાકૃતીક કૃષિ કીટમાં સહાય યોજના લાભો આપવામાં આવેલ હતાં. આ કાર્યક્રમ અંતર્ગત ખેતીવાડી ક્ષેત્રે જૂનાગઢ જીલ્લામાં કરવામાં આવેલી કામગીરીમાં વિગતો આપવામાં આવી હતી.
કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા આર્ત્મનિભર ગુજરાત પેકેજ અને સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં માસિક રૂ.૯૦૦ની સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ નિદર્શન કિટમાં રૂ.૧૩૫૦ની સહાય યોજના કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લામાં ગાય નિભાવમાં ૧૪૪૩૪ અરજીમાંથી ૪૮૦૦ને સહાય અપાશે તેમજ જીવામૃત બનાવવા માટે ૧૬૯૦ અરજીમાંથી ૩૬૩૦ને સહાય આપશે. વધુમાં જૂનાગઢ જીલ્લામાં ‘‘પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના’’ હેઠળ પ્રથમ હપ્તામાં ૧,૬૯,૬ર૧ ખેડુતોને, બીજા હપ્તામાં ૧,૬૯,ર૦૧, ત્રીજા હપ્તામાં ૧,૬૪,૯૪૦, ચોથા હપ્તામાં ૧,પ૬,૪પપ, પાંચમાં હપ્તામાં ૧,પ૪,૦૭ર ખેડુતોને પ્રતિ હપ્તા દીઠ રૂા.ર૦૦૦/-ની રકમ ખેડુતોને ચુકવેલ છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ૯ ઓગષ્ટ બલરામ જયંતીના દિવસથી પ્રધાનમંત્રીના હસ્તે છઠ્ઠા હપ્તાની રકમ પણ રીલીઝ કરવામાં આવી છે જે ખેડુતોના ખાતામાં જમા થઈ રહેલ
છે. કમોસમી વરસાદથી પાક નુકશાન અંતર્ગત સરકાર દ્વારા જૂનાગઢ જીલ્લામાં કુલ ૧,૩૮,૮૩૭ ખેડુતોને રૂા.૧૦૯,૬૮ કરોડની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ ર૦૧૯-ર૦માં જુદી- જુદી ખેતીવાડી વિભાગની યોજનામાં કુલ રરર૯૯ ખેડુતોને રૂા.૧૬૦૩ ૭૦ લાખની સહાય આપેલ છે. વર્ષ – ર૦૧૯-ર૦ માં સરકારની એ.જી.આર.-પ૦ યોજના હેઠળ જૂનાગઢ જીલ્લામાં કુલ ૧૭ર૪ ખેડુતોને ટ્રેકટર ખરીદી ઉપર કુલ રૂા.૭૮ર.રપ લાખની સહાય ખેડુતના બેંક ખાતામાં ચુકવવામાં આવી. વર્ષ ર૦ર૦-ર૧માં આઈ-ખેડુત પોર્ટલ કુલ ૪૪પ૩૬ પાત્રતા ધરાવતી અરજીઓ પૈકી જુદી- જુદી યોજનાઓના મળેલ લક્ષ્યાંકને ધ્યાને લઈ ૮૮૩૦ અરજીઓને પુર્વ મંજુરી આપવામાં આવી. ચાલુ વર્ષ દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં સારો વરસાદ થવાના કારણે કુલ વાવેતર ૩૩પ૩૬૧ હેકટરમાં થયેલ છે. ખાતેદાર ખેડુત અકસ્માત વીમા યોજના હેઠળ તા. ૧૩-૧૧-ર૦૧૮ના ઠરાવથી અકસ્માતથી ખેડુત ખાતેદાર મૃત્યુના કિસ્સામાં તેમજ અકસ્માતથી બે અંગની કાયમી અપંગતાના કિસ્સામાં રૂા.૧.૦૦ લાખની વિમા સહાયફ વધારી રૂા.ર.૦૦ લાખ કરવામાં આવી તથા અકસ્માતથી એક અંગના અપંગતાના કિસ્સામાં રૂા.૦.પ૦ લાખની વિમા સહાય વધારી રૂા.૧.૦૦ લાખ કરવામાં આવી. વધુમાં ખાતેદાર ખેડુત અને તેમના વારસદા પતિ- પત્નિ તથા પુત્ર-પુત્રી તમામને સમાવી લેવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!