Thursday, January 21

જૂનાગઢમાં કોરોનાના દર્દીઓ પ્રત્યે બેદરકારીનો પ્રશ્ન ગુજરાત વિધાનસભામાં ગુંજી ઉઠશે

જૂનાગઢ અને સોરઠ પંથકમાં કોરોનાએ કાળો કહેર મચાવ્યો છે અને દરરોજને માટે ૧૭-૧૮ કેસો જૂનાગઢ સીટીના અને જિલ્લાના સહિત ૩પ થી વધારે કેસો આવે છે. આવી પરિસ્થિતિ વચ્ચે કોરોના પોઝીટીવ કેસના દર્દીઓને સિવીલ હોસ્પીટલ, જૂનાગઢમાં પૂરતી સારવાર અપાતી ન હોવાની તેમજ ડોકટરોની બેદરકારીને કારણે દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા હોવાની ચોંકાવનારી ફરિયાદો મળતાં જ જૂનાગઢ શહેરનું પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયા દ્વારા સાચી હકીકત શું છે તે બાબતે પર્દાફાશ સાથે સનસનીખેજ વિગતો બહાર મુકવામાં આવતાં આખરે ગઈકાલે સિવીલ હોસ્પીટલ ખાતે જૂનાગઢ જિલ્લા કલેકટર, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી અને જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા તાત્કાલીક અસરથી હોસ્પીટલની મુલાકાત લીધી હતી અને કેટલાક સુચનો જારી કરેલ છે. બીજીતરફ આગામી દિવસોમાં શરૂ થઈ રહેલા ગુજરાત વિધાનસભાનાં સત્રમાં જૂનાગઢ સિવીલ હોસ્પીટલ અને ત્યાંના ડોકટરોની બેદરકારીનો કિસ્સો આ વખત છવાઈ જશે તેવા નિર્દેશો મળે છે. આ પ્રશ્નને વિધાનસભામાં લઈ જવામાં આવશે તેમ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ જણાવ્યું છે અને આરોગ્ય મંત્રી પાસે તેનો જવાબ માંગવામાં આવશે તેવા નિર્દેશ મળે છે.
જૂનાગઢની સિવીલ હોસ્પીટલમાં ર૮૬ લોકોના મૃત્યુના અહેવાલ બાદ જૂનાગઢ જિલ્લા કલેકટર, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર, જૂનાગઢ ડીડીઓએ અચાનક ચેકીંગ કરી સિવીલ હોસ્પીટલના અધિકારીઓ સાથે બેઠક યોજીને હોસ્પીટલમાં બેદરકારી મામલે પરિસ્થિતિનો તાગ મેળવીને ઘટતું કરવા તાકીદ કરવામાં આવી હતી. આ અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સિવીલ હોસ્પીટલની મુલાકાત દરમ્યાન ખાસ કરીને ઈન્ફેકશન કંટ્રોલ મેજર્સ છે, ઓપીડીમાંથી આવતા દર્દીઓ અને તેના સગાઓના વધુ પડતા ધસારાને નિયંત્રિત કરવમાં આવશે. આ તમામ બાબતે જૂનાગઢની સિવીલ હોસ્પીટલના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ઈન્ફેકશન બાબતે સિવીલ હોસ્પીટલના અધિકારીઓ સાથે બેઠક યોજી યોગ્ય પગલાં લેવાશે. ઓકસીજનની ઘટને કારણે કોઈપણ દર્દીના મૃત્યુ નિપજેલ નથી. ઓકસીજન સપ્લાય વિભાગની તેઓએ મુલાકાત લીધી હતી જયાં મેડીકલ ઓકસીજનની થોડી કટોકટી જણાયેલ છે જે બધે જ છે. તેનાથી દર્દીઓની સારવારમાં કોઈ તકલીફ પડે તેમ નથી. જયારે સિવીલ હોસ્પીટલમાં થયેલા મૃત્યુ અંગે જણાવ્યું હતું કે, આ આંકડા ટોટલ સમયના છે જેમાં તપાસ કરાવતાં કોવીડની સાથે અન્ય બિમારીથી નિપજેલા મૃત્યુના આંકડા હોવાનું જણાય છે તેથી કોઈએ ગભરાવાની જરૂર નથી. સરકારની ગાઈડલાઈન મુજબ જે કોઈ નાગરિકને કોરોનાના લક્ષણો જણાય તે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર મફતમાં પોતાનો ટેસ્ટ કરાવી શકે છે.
જૂનાગઢ સિવીલ હોસ્પીટલની કોઈપણ માહિતી લીક ન કરવા સ્ટાફને અધિકારીઓની તાકીદ
જૂનાગઢની સિવીલ હોસ્પીટલમાં ર૮૬ કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થવા અંગેના અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ ગઈકાલે સિવીલ હોસ્પીટલના સ્ટાફની મિટીંગ યોજવામાં આવી હતી જેમાં જૂનાગઢ સિવીલ હોસ્પીટલના અધિકારીઓએ સ્ટાફને હોસ્પીટલની કોઈપણ માહિતી લીક ન થવી જાેઈએ તેવી તાકીદ સિવિલ સર્જન દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જેનાથી સિવિલના સ્ટાફે પારદર્શકતાને બદલે સેન્સરશીપ જેવી સ્થિતિ સર્જી દીધી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!