કેશોદમાં અજાણ્યા શખ્સોએ ૩ મકાનમાં હાથફેરો કર્યો

માળિયાહાટીના તાલુકાનાં મુળ પીંખોર ગામનાં અને હાલ કેશોદ પીવીએમ સ્કુલ રોડ માધવ દ્વાર સોસાયટી ખાતે રહેતા હેતલબેન મહેન્દ્રભાઈ બાબરીયા (ઉ.વ.રપ)એ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, ગત તા.૧પ-૯-ર૦ર૦નાં સાંજનાં ૬ વાગ્યા સુધીના સમય દરમ્યાન ફરીયાદીના ઘરનાં દરવાજાનું તાળુતોડી કબાટમાં રાખેલ પ્લાસ્ટીકના ગલામાં રૂપિયા ૧૦ હજારની ચોરી કરી ગયેલ છે. તથા ભીખુભાઈ પુનાભાઈ બાબરીયાના મકાનનાં તાળા તોડી તથા સંદીપભાઈ દેવડીયાના ઘરમાં પ્રવેશ કરી રૂા.૪ હજારની ચોરી કોઈ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!