બેટરીથી ચાલતા ટુ – વ્હીલર વાહનો માટે સહાય યોજનાની ગુજરાત સરકારની જાહેરાત

0

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણ અટકાવવા ઈલેક્ટ્રીક વાહનોના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવાનું જણાવતા રાજ્યમાં બેટરી સંચાલિત ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોના ઉપયોગ માટે સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ સાથે સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગના ૧૦ એમઓયુ મુખ્યમંત્રીની હાજરીમાં સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર, થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ ૯થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર ૧૨ હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહીં વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઈ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઈ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. વડાપ્રધાન મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણી રૂપે રાજ્યમાં વિકાસ યોજનાઓની સાથે બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્લીન એનર્જી સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. ગુજરાત રહેણાંકના મકાનો ઉપર સોલાર સિસ્ટમ લગાડવામાં દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરકારની સબસિડી સહાયની ૧ લાખ ૩૮ હજારથી વધુ ઘરોમાં કુલ ૫૧૦ મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે. ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જામાં પણ અગ્રેસર છે. રાજ્યમાં વીજળીની કુલ સ્થાપિત ક્ષમતા ૩૫,૫૦૦ મેગાવોટ છે. ગુજરાતની કુલ સ્થાપિત ક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો ફાળો ૩૦ ટકા છે. બિનપરંપરાગત ઉર્જાના અસરકારક અમલને કારણે વર્ષ દરમ્યાન અંદાજે ૨ લાખ ટન કાર્બનડાયોકસાઈડ વાયુ વાતાવરણમાં ભળતો અટકે છે અને વીજ ઉત્પાદન માટે ૧ કરોડ ટન કોલસાની બચત થાય છે. વાતાવરણની શુદ્ધતા પણ જળવાય છે તેમ તેમણે જણાવ્યું હતું. ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ક્રાન્તિ લાવવા સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ ૧૦ સંસ્થાઓ સાથે વચ્ર્યુઅલ એમ.ઓ.યુ. પણ કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!