જૂનાગઢની ગિરનાર તળેટીમાંથી અંબાજીના મંદિર સુધી ભાવિકોને સુવિધા આપવા માટેની મહત્વાકાંક્ષી રોપવે યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે. આગામી તા. ૯-૯-ર૦ર૦ના રોજ રોપવે યોજનાનું લોકાર્પણ કરવા માટેની તૈયારી પૂરજાેશમાં ચાલી રહી છે. રોપવે યોજનાના અંતિમ તબક્કાની કામગીરીમાં ટ્રોલીની ટ્રાયલ માટે ઉષા બ્રેકો કંપની દ્વારા નિષ્ણાતોની ટીમ જૂનાગઢ આવી પહોંચી છે. ગિરનાર રોપવેની ટ્રાયલ, ટેસ્ટીંગ માટે ઓસ્ટ્રીયાથી ૬ જેટલા નિષ્ણાતોની ટીમ જૂનાગઢ આવી પહોંચેલ છે જે રોપવેની ટ્રાયલ લીધા બાદ ઓસ્ટ્રીયા પરત જશે. તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ ટીમના સભ્યો કોઈને પણ નહીં મળવાની અને કોઈને નજીક આવવા નહીં દેવાની શરતે જૂનાગઢ આવેલ હોવાનું સુત્રો દ્વારા જણાવાયું છે. ઉષા બ્રેકોએ ઓસ્ટ્રીયન કંપની સાથે ટેકનીકલ માર્ગદર્શન માટે કરાર કરેલ છે. યુરોપના ઓસ્ટ્રીયામાં સૌથી વધુ પર્વતો છે જયાં રોપવે પણ ઘણા હોય ત્યાંના નિષ્ણાંતોને રોપવેમાં ભવિષ્યમાં કેવી મુશ્કેલીઓ પડી શકે, અકસ્માત ન થાય તે માટે શું કરી શકાય તે બાબતનો નિષ્ણાંતો અનુભવ ધરાવતા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews