શિક્ષણથી જ વ્યક્તિના જીવનમાં પ્રકાશ થાય છે આ વાત ને સાબિત કરી છે વેરાવળના પટની સમાજનાં એક મધ્યમ વર્ગના વિદ્યાર્થી પંજા નોમાન ગુલામ હુસેન કે જે ઓમ એનજીનીયરીગ જૂનાગઢ ખાતે ડિપ્લોમા ઇન સોફ્ટવેર એનજીનીયરીંગ અભ્યાસ કરતો અને શરૂઆતના ૫ાંચ સેમેસ્ટરમાં ખૂબ શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કરેલ છે જ્યારે છઠ્ઠા સેમેસ્ટરમાં તે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવેલ અને પોતાના પરિવાર તેમજ પટની સમાજનું અને મુસ્લિમ સમાજનું નામ ઊંચું કરેલ કરેલ છે.
મુસ્લિમ સમાજ ના વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે કે એક સામાન્ય મધ્યમ વર્ગનો વિદ્યાર્થી દરરોજ અપ ડાઉન કરીને સખ્ત મહેનત દ્વારા આવે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકે છે અને પોતાનું આવનાર સમય શ્રેષ્ઠ બનાવી શકે છે આ તકે શિક્ષણ પ્રેમી અફઝલ સાહેબે અભિનંદન પાઠવેલ છે અને મોટીવેટ કરેલ છે કે આવનાર સમયમાં સોફ્ટવેરની દુનિયામાં નોમાન બિલ ગેટ્સ અને કે. નારાયણ મૂર્તિ જેવી સફળતા પ્રાપ્ત કરે. આ તકે, ગીર-સોમનાથ ના પ્રથમ પ્રમુખ હાજી ફારૂક મૌલાના,સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી અ.મજીદ દિવાન,હનીફભાઈ પંજા(જીવા), સી.એ. પંજા ખુરરમ, બેંક ઓફિસર આરીફ મલેક, લેક્ચરર સબબીર પંજા, અબ્દુલ રહેમાન ગાંધી દ્વારા ખાસ શુભેચ્છાઓ પાઠવેલ છે
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews