ઓનલાઈન પરીક્ષામાં ગુજરાતમાં ટોપટેનમાં સ્થાન મેળવ્યું

અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે જેને કારણે શાળાઓ બંધ છે જેથી સરકાર દ્વારા હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત બાળકોને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. સમગ્ર શિક્ષા ગાંધીનગરના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વચ્ર્યુલ શાળાના ઓનલાઇન ક્લાસમાં ધોરણ ૧૦માં કેશોદની હઠીસિંહજી હાઈસ્કૂલના થધાણી નિતેશ તેમજ ધોરણ ૧૨ માં અજાબની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના કેશવાળા ડેનિસ મૂળજીભાઈની ઓનલાઇન પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ટોપ ટેનમાં સ્થાન મેળવતા કેશોદ બીઆરસી ભવન દ્વારા પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેશોદ બી.આર.સી કો-ઓર્ડીનેટર નારણભાઈ ગલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!