જૂનાગઢમાં સ્વચ્છતા ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને ‘સેવા સપ્તાહ’ અંતર્ગત વોર્ડ નં.૫ ના ચોબારી રોડ, જનકપુરી સોસાયટી, ખોડિયાર નગર – ૧ ખાતે સ્વચ્છતા ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ મનપાના વોર્ડ નં.૫ ના કોર્પોરેટર રાકેશભાઈ ધુલેશિયા (ચેરમેન સ્થાયી સમિતિ) જયેશભાઈ ધોરાજીયા, ભારતીબેન ત્રાંબડિયા, શિલ્પાબેન જોશી, વોર્ડ નં. ૫ સંગઠનના પ્રમુખ મહામંત્રી અને અગ્રણી કાર્યકરો જયેશભાઈ કણસાગરા, સુરેશભાઈ પાનસુરીયા સહિતના મહાનુભાવોની હાજરીમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સમગ્ર વોર્ડમાં સફાઈ કરાવવામાં આવેલ અને ત્યારબાદ વૃક્ષારોપણ કરી વૃક્ષ જતનની સાથે સાથે પર્યાવરણ જાગૃતિનો કાર્યક્રમ પ્રણેતા રાકેશભાઈ ધુલેશિયાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૫ ની ટીમ દ્વારા કરવામાં આવેલ અને રાષ્ટ્રના વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીના દીર્ધાયુ અને નિરોગી જીવનની કામના કરેલ હતી. આ તકે રાષ્ટ્રના દરેક નાગરિક જો સ્વચ્છતા અને વૃક્ષારોપણની ઝુંબેશમાં જોડાય તો ભારત દેશ પ્રકૃત્તિમય અને રોગ મુક્ત ચોક્કસ બનશે તેવો આશાવાદ ચેરમેને અંતમાં વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મ દિનની શુભેચ્છાઓ કર્તુત્વ ભાવ સાથે પાઠવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!