ઉના તથા ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટીનાં યુવા જાેડો અભિયાનમાં અનેક કાર્યકરો જાેડાયા

0

ઉના શહેર તથા તાલુકા તથા ગીરગઢડા તાલુકામાં આમ આદમી પાર્ટી યુવા જાેડો અભિયાનમાં સંખ્યાબંધ કાર્યકરો જાેડાયા. આવનારી સ્થાનીક સ્વરાજની ચૂંટણી જાેમ જુસ્સાથી લડી લોકોની ચાહના મેળવવા સંકલ્પ કર્યો.
ગઈકાલે ઉના શહેરમાં આમ આદમી પાર્ટીનાં તાલુકા પ્રમુખ રાજુભાઈ ગટેચાનાં નિવાસ સથાને ઉના- ગીરગઢડા તાલુકાના આમ આદમી પાર્ટીની એક મિટીંગ જીલ્લા પ્રભારી બાવચંદભાઈ ભાલીમા તથા જીલ્લા પ્રમુખ દિનેશભાઈ મોરીની આગેવાનીમાં મળી હતી. જેમાં આપના શહેર પ્રમુખ વિનોદભાઈ બાંભણીયાએ સૌનુ સ્વાગત કર્યુ હતું. આ મિટીંગમાં ગીરગઢડા તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઈ બલદાણીયા તથા મહામંત્રી તરીકે ભરતભાઈ ચોવટીયાની વરણી કરાઈ હતી. તેમજ તાલાલા(ગીર)નાં પ્રભારી તરીકે મગનભાઈ ગજેરાની વરણી કરાઈ હતી. આ મિટીંગમાં મનુભાઈ મોરી, હનીફભાઈ ઝાંખરા, ઈમરાનભાઈ સોરઠીયા, ભરતભાઈ કામલીયા, ના.મોલી.નાં ભાજપનાં આગેવાન નિતીનભાઈ ડોબરીયા તથા અસંખ્ય યુવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જાેડાઈ અને ટોપી અને ખેસ પહેરેલ હતો. આ મિટીંગમાં આગેવાનોએ કાર્યકરોને આવનારી સ્થાનીક સ્વરાજયની ચૂંટણી, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આવતી હોય, કાર્યકરોએ માઈક્રો પ્લાનીંગ કરી તમામ મતદારો સુધી પહોંચી લોકોના પ્રશ્નો હલ કરવા લોકો સુધી પહોંચવા આહવાન કર્યુ હતું. તેમજ કાર્યકરોને ઓકસીમીટર આપી લોકોને પ્રાથમિક તપાસ કરી કોરોના વાયરસથી જાગૃત કરવા સાવચેતી કરવા કામે લાગી જવા જણાવેલ હતું. અને આવનારી ચૂંટણીમાં આમ આમદી પાર્ટી બે મોટા પક્ષોને ટકકર મારશે તેવું લાગી રહયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!