જૂનાગઢમાં સોનાપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના ૭૦માં જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને “સેવા સપ્તાહ” અંતર્ગત વોર્ડ નં.૯માં આવેલ સોનાપુરી સ્મશાન ખાતે મેયર ધીરૂભાઈ ગોહેલ, શહેર ભાજપા અધ્યક્ષ શશીકાંતભાઈ ભીમાણી, ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, કોર્પો. ગીતાબેન પરમાર, મોહનભાઈ પરમાર, અગ્રણી નીર્ભયભાઇ પુરોહિત, કાર્યાલય મંત્રી રસિકભાઈ ચનિયારા સહિતના લોકોએ સ્મશાન ખાતે વૃક્ષારોપણ કરેલ હતું અને રાષ્ટ્રના વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીના દીર્ધાયુ અને નિરોગી જીવનની કામના કરી હતી. આ તકે રાષ્ટ્રના દરેક નાગરિક જો વૃક્ષારોપણની ઝુંબેશમાં જોડાય તો ભારત દેશ પ્રકૃત્તિમય અને રોગ મુક્ત ચોક્કસ બનશે તેવો આશાવાદ મેયર, પ્રમુખ તથા ચેરમેને અંતમાં વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભેચ્છાઓ કર્તુત્વ ભાવ સાથે પાઠવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!