કેશોદનાં સ્મશાનમાં આધુનિક ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં

0

કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં ૧૪મું નાણાપંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી સ્મશાન શેડ રીટેઈનીંગ વોલ કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહીતનું એક કરોડ બાર લાખ એંસી હજારના ખર્ચે નવ નિર્માણ કરવામાં આવેલ જેનું નગરપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, રાજકીય સામાજીક આગેવાનો, શહેરીજનોની ઉપસ્થિતિમાં તા.૯-૨-૨૦૨૦ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે લોકાર્પણ બાદ માત્ર છ મહીનાથી જ ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં રહેતી હોય, ક્યારેક શરૂ હોય, ત્યારે ધુમાડો બહાર જવાને બદલે અંદર જ ફેલાતો હોય, વરસાદી માહોલમાં છતમાંથી પાણી પડે છે તેમજ ડીઝલ ભઠ્ઠીનું બાંધકામ પણ નબળું હોય, દિવાલોમાં તિરાડો સાથે લાદી ઉખડી ગયેલ છે જેથી બાંધકામ નબળું હોવાનું જણાઈ રહ્યું છે. જે બાબતે વેપારી અગ્રણી રાજુભાઈ બોદર દ્વારા કેશોદ નગરપાલિકા કચેરી ધારાસભ્ય સાંસદ નગરપાલિકા નિયામક સહીતને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઈ પ્રશ્ન હલ ન થતાં ફરીથી રજૂઆત કરી જણાવેલ કે આગામી પંદર દિવસ નિરાકરણ નહી આવે તો કેશોદની સામાજીક કાર્યકરો સામાજીક સંસ્થાઓ અને શહેરીજનોને સાથે રાખી મંજુરી મેળવી સ્મશાનમાં ધુન બેસાડી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે. નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં એક કરોડથી વધુના ખર્ચે નવ નિર્માણ થયેલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેમાં જણાતી ક્ષતીઓ નગરપાલિકા તંત્ર દ્વારા દુર કરવામાં આવશે કે ઉચ્ચારેલ ચિમકી મુજબ સ્મશાનમાં ધુન બેસાડી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તે આવનારો સમય જ બતાવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!