ગીરના જંગલોમાં સિંહોના મૃત્યુંદરને લઈ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મુદ્દો ઉપાડ્યો હતો. તેઓએ કેન્દ્ર સરકારને સામે સાવજને બચાવવા અપીલ કરી છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુરૂવારે રાજ્યસભામાં એશિયાઈ સિંહોના મોતનો મુદ્દો ઉપાડી માંગ કરી કે, સિંહોને રેડિયો કોલર લગાવવું ન જાેઈએ. કેમ કે, તેનાથી તેમનો વિકાસ અટકી જાય છે. અનેક વાર સિંહોના આ કારણે સમયે મોત પણ થઈ જાય છે. શકિતસિંહ ગોહિલે રાજ્યસભામાં કહ્ય્šં કે, રેડિયો કોલરનું વજન ૨.૫ કિલો હોય છે. જેનો ઉપયોગ સિંહો માટે કરવો ન જાેઈએ. તેને બદલે અન્ય કોઈ વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરવો જાેઈએ. દરમ્યાન શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં તે સિંહોને રેડિયો કોલર વૈજ્ઞાનિક રીતે જે ધારાધોરણ નક્કી થયા છે, તે નેવે મૂકીને કરવામાં આવ્યા છે, જે સંખ્યામાં કરવામાં આવ્યા હોય તે સંખ્યાને પણ નેવે મૂકવામાં આવેલ છે. અઢી-અઢી કિલોના રેડિયો કોલર સિંહના એ બચ્ચા જે જુવાનીમાં પહોંચી રહ્યા છે તેને લગાડવામાં આવ્યા છે. શરીર વધે અને સિંહનું માથું મોટું થાય જે પરિણામને ધ્યાને ન રાખ્યું અને રપ ટકા સિંહ રેડિયો કોલર પહેરાવેલા સિંહો મૃત્યું પામ્યા જે અતિ ગંભીર બાબત છે. વાઈલ્ડલાઈફના રાષ્ટ્રીય બોર્ડના સભ્ય સિંઘે પણ કહ્યું છે કે, આ ખોટું થયું છે. એ.કે. શર્મા કિર્તીચક્રથી સન્માનિત વ્યક્તિ જે સિંહ ઉપરની ઓથોરિટી કહેવાય એમણે કહ્યું કે, આ ગિલ્ટી છે ! સિંહો ઉપર આવા અખતરા ના થાય ! આટલી મોટી સંખ્યામાં ન થાય. એક જ ગ્રુપના ત્રણ-ત્રણ સિંહોને રેડિયો કોલર પહેરાવામાં આવ્યા જેનું કોઈ કારણ જ ન હોય શકે. મેં માંગ કરી છે કે, આ અવૈજ્ઞાનિક રીતે જે કામ થયું છે. તેની સામે ક્રિમિનલ કેસ થાય અને કડક હાથે કામ લેવામાં આવે અને જે વનરાજાેનો અઢી-અઢી કિલોના રેડિયો કોલર લગાડીને અવૈજ્ઞાનિક રીતે પરેશાન કરવામાં આવેલ છે તેને આમાંથી મુક્ત કરવામાં આવે. અને વન અધિકારીઓને સિંહોના મૃત્યુ સબબ ગુન્હો દાખલ થાય તેવી રજૂઆત કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews