સુત્રાપાડા પંથકમાં બે સ્થળે દરોડોમાં ૧૧ જુગારીઓ ઝડપાયા

0

સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી તથા છગીયા ગામેથી પોલીસે બે જુદા-જુદા દરોડામાં ૧૧ જુગારીઓને રોકડા રૂા.ર૭,પ૦૦ ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશનના પો.કો. મહાવિરસિંહ જાડેજા સહીતના સ્ટાફે બાતમીના આધારે ગોરખમઢી ગામે નાગદાદાના મંદિર પાસે લાઇટના અંજવાળે જુગાર રમતા (૧) વિપુલ કરશન ચુડાસમા (ર) મુકેશ કરશન ચુડાસમા (૩) રામ અરજન ગરેજા (૪) કમલેશ ઉર્ફે કાનો સરમણ બામણીયા (પ) પ્રકાશ રમણીક સુચક ને રોકડા રૂા.ર૧,૦૬૦ ની સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધેલ છે. ઉપરાંત બીજો દરોડો પો.કો. જગદીશભાઇ ગોહીલ સહીતના સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે છગીયા ગામે વણકર વાસમાં દરોડો પાડતા લાઇટના અંજવાળે જુગાર રમતા (૧) ભગવાન ભીખાભાઇ ચુડાસમા (ર) અરજન જીવાભાઇ ચાવડા (૩) રમેશ કાનાભાઇ બારડ (૪) રામસીંગ કાળાભાઇ ભેડા (પ) રામસીંગ માધાભાઇ બગડા (૬) ભાવેશ રાયસીંગભાઇ બગડા ને રોકડા રૂા.૬,૪૪૦ ની સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુન્હો નોંધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!