કેશોદ, માણાવદર અને શીલમાં પોલીસનો જુગાર દરોડો, ર૦ શખ્સો ઝડપાયા

પોલીસે કેશોદ, માણાવદર અને શેલમાં જુગાર દરોડો પાડી ર૦ શખ્સોને રોકડ, મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના પોલીસ કોન્સ. અમરાભાઈ હામાભાઈએ કેશોદ વેરાવળ રોડ ઉપર, વિનાયક હોસ્પીટલ પાછળ જુગાર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા. ૧૧,રર૦ની રોકડ સાથે તેમજ મણાવદર પોલીસ કોન્સ. વિક્રમભાઈ મનસુખભાઈએ વેળવા ગામે બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા. રપ,૩૯૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. જુગારના અન્ય એક દરોડામાં શીલના પોલીસ કોન્સ. કરશનભાઈ વેજાભાઈએ ચંદવાણા ગામે રહેણાંક મકાનમાં જુગાર દરોડો પાડી ૧૦ શખ્સોને રોકડ, મોબાઈલ સહિત કુલ રૂા. રર,૧૮૦ સાથે ઝડપી લીધા હતા. ઝડપાયેલા તમામ શખ્સો સામે જુગાર ધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!