ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આવતીકાલે તા.ર૦-૯-ર૦ને રવિવારનાં રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે બી.એડ./એમ.એડ.ની પ્રવેશ પરીક્ષા યોજવામાં આવનાર છે. જેમાં આ વખતે કુલ બેઠકોની સામે અઢી ગણા એટલે કે ૪૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક/પ્રોફેસર બનવાનાં સપના સાથે તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને હાલની મહામારીનાં સમયમાં દુરનાં જવું પડે તે માટે વિવિધ તાલુકાનાં ૧૯ કેન્દ્રો ઉપર આ પ્રવેશ પરીક્ષા યોજવાનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, સાથે સાથે વિદ્યાર્થીઓનુ શૈક્ષણીક કાર્ય પણ સમયસર ચાલી શકે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોરોના સામેની તકેદારીરૂપે ટેમ્પરેચર ગન દ્વારા તાપમાનનું માપન, માસ્ક, સેનીટાઇઝર તથા સોશ્યલ ડીસ્ટન્સીંગને ટોપ પ્રાયોરીટી આપવામાં આવી છે. કોરોનાગ્રસ્ત-આઈસોલેશનમાં તથા કવોરન્ટાઈન રહેલ ઉમેદવારો માટે પણ અલગથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેને કારણે તે ઉમેદવારનું વર્ષ ન બગડે તથા અન્ય ઉમેદવારોને કોરોનાથી રક્ષણ મળે તેવું કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું. પરીક્ષાર્થીઓ સ્વસ્થતાપૂર્વક અને સ્વસ્થચિત્તે પરીક્ષા આપી શકે, તેઓને પરીક્ષા ખંડમાં કોઈપણ જાતની અગવડતા ન પડે તથા સમગ્ર પરીક્ષા પારદર્શક રીતે તથા નિર્વવાદ પૂર્ણ થાય તે માટેની અગત્યની માર્ગદર્શક સૂચનાઓ પણ બી.એડ./એમ.એડ. મધ્યસ્થ પ્રવેશ સમિતિનાં ચેરમેન ડો. જય ત્રિવેદી દ્વારા બહાર પાડવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews