જૂનાગઢ તાલુકાનાં ભીયાડ ગામે ગુરૂજી અને તેના ચેલા તથા અજાણ્યા શખ્સોએ કાવતરૂ રચી અને તમારા પરીવારમાં દિકરો થશે તેવો વિશ્વાસ અપાવી રૂા.૭૭.૭૦ લાખ પચાવી પાડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાનાં ભીયાડ ગામે રહેતા નયનભાઈ પ્રવિણભાઈ સોજીત્રા (ઉ.વ.ર૬)એ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ અનુસાર તા.૧૧-૧-ર૦ર૦ થી
તા.૩૦-૮-ર૦ર૦ દરમ્યાન ભીયાડ ગામે તથા દ્વારકા, નાગેશ્વર, સાણંદ, સાસણ, ધ્રાંગધ્રા વગેરે અલગ- અલગ જગ્યાએ બનેલા બનાવ અંગે પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે મો.૮૧ર૮૮૬૩૩૮૧ તથા ૯૮૯૮૧૩પ૩૧૭નાં મોબાઈલ ધારક તેમજ ગુરૂજી તેનો ચેલો અને તેના સાથીદારો વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, મળતીયાઓએ પુર્વ આયોજીત કાવત્રુ કરી ફરીયાદીને સંતાનમાં દિકરો ન હોય જેથી ફરીયાદીને ઘરે દિકરાનો જન્મ થશે તેવો વિશ્વાસ આપી ફરીયાદીના મોબાઈલ નંબર ઉપર આ કામના આરોપીઓએ પોતાના મોબાઈલ ૮૧ર૮૮૬૩૩૮૧ તથા ૯૮૯૮૧૩પ૩૧૭ ઉપરથી ફરીયાદીને અલગ- અલગ વીધીઓ કરવા માટે ફરીયાદી પાસે રહેલ ઘરેણા તથા ફરીયાદીની ખેતીની જમીનમાં મેલુ હોવાનું જણાવી આ મેલુ કાઢવા માટે ફરીયાદીની પાસે જમીન વેચાવી જેના આવેલ રોકડા રૂપિયા તથા ઘરેણા સીધ્ધ કરવાના બહાને અલગ- અલગ વીધીઓ માટે ફરીયાદીના રૂપિયા તથા સોનાના દાગીના મળી કુલ રૂપિયા ૭૭,૭૦,૦૦૦ અલગ – અલગ જગ્યાએ જેમા નાગેશ્વર, સાણંદ, ધ્રાંગધ્રા વિગેરે જગ્યાએ બોલાવી તથા અવાવરૂ જગ્યાએ રૂપિયા રખાવી ફરીયાદીના રૂપિયા પચાવી જઈ ફરીયાદી તથા સાહેદના મોબાઈલ ફોનમાં વાતચીતોના રેકોર્ડીગનો નાશ કરાવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુન્હો કર્યા અંગેની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૪૦૬, ૪ર૦, ૧ર૦બી, ર૦૧ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એસ.એન. સગારકા ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews