સોશ્યલ મિડીયામાં એક વિડીયો વાઈરલ કરવામાં આવેલ છે જેમાં જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં બેદરકારી દર્શાવવામાં આવેલ છે. પરંતુ તપાસના અંતે વાઈરલ કરાયેલ વિડીયો જૂનાગઢ સિવિલ હોસ્પીટલનો ન હોવાનું બહાર આવતાં ખોટો વિડીયો વાઈરલ કરી જૂનાગઢની સિવિલ હોસ્પીટલ અને તંત્રને બદનામ કરનાર તેમજ સમાજમાં ખોટો ભય પેદા કરવા વિડીયો વાઈરલ કરનારા સામે કડક પગલાં લેવામાં આવશે તેમ જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું. આ અંગે કલેકટર સૌરભ પારધી દ્વારા આ અંગે સૂચના અપાતાં સમાજમાં ખોટો ભય પેદા કરવા વિડીયો વાઈરલ કરનાર સામે પોલીસ તપાસ શરૂ કરવામાં આવેલ છે.
ફેક વિડીયો અંગે ફરિયાદ કરાઈ
જૂનાગઢની મેડીકલ કોલેજ અને સિવિલ હોસ્પીટલના રેસીડન્સ મેડીકલ ઓફીસર ટી.જી. સોલંકીએ ફેસબુકના ‘Vadodariyu’ પેજ ઉપર પોસ્ટ વાઈરલ કરનાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.યુ. સોલંકીએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews