જૂનાગઢ શહેરમાં પીજીવીસીએલ તંત્રની કથળતી જતી સેવા સામે લોકોમાં ભારે ફરીયાદો ઉઠવા પામી છે. અવાર-નવાર જુદા-જુદા વિસ્તારોમાં ધાંધીયાને કારણે લોકો પરેશાની ભોગવી રહયા છે. ગઈકાલે રાત્રીનાં ગાંધીગ્રામ ફિડર અંતર્ગત આવતા ગાંધીગ્રામ, મોતીબાગ સહિતનાં વિસ્તારોમાં લાઈટ મોડે સુધી ન આવતાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતાં. રાતના બે વાગ્યે લાઈટ ફરી આવી હતી. ૧ ફેઈઝ ડીમ આવતાં ફરીથી લાઈટ ગુલ થઈ ગઈ હતી. જે રાત્રે ૪ વાગે આવી હતી. લોકો બફારાના કારણે હેરાન થઈ ગયા હતાં. વિશેષમાં છેલ્લા પંદરેક દિવસ થયા વરસાદ હોય કે ન હોય ગાંધીગ્રામ વિસ્તાર, મોતીબાગ, રાયજીબાગ, મીરાનગર નવીકલેકટર કચેરી, જલારામ સોસાયટી, જનકલ્યાણ સોસાયટી, દાણાપીઠ સોસાયટી વિસ્તાર તેને સંલગ્ન વિસ્તારોમાં દિવસ દરમ્યાન લાઈટ જતી રહે પાછી જતી રહે કયારેક તો અપુરતા ફોર્સનાં કારણે ડિમ લાઈટ હોય તેવી પણ ફરિયાદ ઉઠી છે. ગઈકાલે રાત્રીના વખતે ભારે પવન અને વિજળીના ગડગડાટ વચ્ચે ગાંધીગ્રામ, મોતીબાગ વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. અને આ અંધારપટની અસરમાંથી મોડી રાત્રીનાં લોકો મુકત થયા હતાં. ગાંધીગ્રામ વીજ ફિડર હેઠળ આવતા વિસ્તારોમાં યોગ્ય કામગીરી વીજળી સપ્લાય થાય તેવી આમ જનતામાંથી લાગણી માંગણી ઉઠવા પામી છે. ઓવરહેડ લાઈનને બદલે અંડર ગ્રાઉન્ડ કેબલથી પાવર સપ્લાય અપાય તો વીજફોલ્ટ ઓછો આવે તે માટે અંડર ગ્રાઉન્ડ વિજ કેબલ પાથરી ૧૩ર કે.વી. લાઈન ગાંધીગ્રામ, જૂના ટીવી સ્ટેશન સુધી નાંખીને અવિરત વીજ પ્રવાહ મળે તેવી વ્યવસ્થા કરવા પ્રજામાંથી માંગણી ઉઠી છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષી સમક્ષ આ અંગે પ્રજાજનોએ રજુઆત કરી છે સરદારપરામાં સાંજનાં સમયે બે થી અઢી કલાક વિજળી ગુલ થઈ ગઈ હતી. હજુ તો વરસાદ પણ નહતો આવ્યો ત્યાં વિજળી ગુલ થઈ જવાથી લોકોએ વારંવાર જીઈબીને ફોન કરેલ પરંતુ ફોન કોઈ ઉપાડતું જ ન હતું… !
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews