સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજી દર્દી નારાયણની સેવાને ચરિતાર્થ કરતી સેલસ હોસ્પિટલ

0

રોમન સંસ્કૃતિ પ્રમાણે ‘સેલસ’ શબ્દનો અર્થ થાય છે. ‘આરોગ્યની દેવી’ સૌરાષ્ટ્રના તમામ વર્ગના દર્દીઓના સ્વાસ્થ્ય આરોગ્યની કામના સાથે શરૂ થયેલી સેલસ હોસ્પિટલે છેલ્લા ત્રણ વર્ષમાં ૭પ થી વધુ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ગામડાઓમાં આયોજન કર્યુ. હજારો દર્દીઓને યોગ્ય સારવાર કરી ‘‘સેવા પરચો ધર્મ’’ને ચરિતાર્થ કર્યુ છે. સૌરાષ્ટ્રના દર્દીઓના સ્વાસ્થ્યને અનુરૂપ સચોટ અને ઉત્કૃષ્ટ સારવાર પ્રદાન કરવાના આશયે યુ.કે.થી માસ્ટર્સ એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રાજકોટ ખાતે સેલસ હોસ્પિટલ શરૂ કરનાર ડો.ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ હોસ્પિટલ્સ જેવી સારવાર સૌરાષ્ટ્રના ગામડાના દર્દીઓને મળી રહે તે આશયે હોસ્પિટલ શરૂ કરી સૌરાષ્ટ્ર-કચ્છના ગામડાઓમાં અનેક વખત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું. અમે સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓ કે જેને મોટા શહેરોમાં સારવાર અર્થે જવું પડતું તેના માટે સૌરાષ્ટ્રનું એક માત્ર લેપ્રોસ્કોપી સીસ્ટમ સ્ટ્રાઈકર યુ.એસ.એ ૧પ૮૮ મશીન અને ફુલ બોડી એનાલીસીસ મશીન તેમજ સૌરાષ્ટ્રમાં એક માત્ર હાડકાંના કેન્સરની સર્જરી લોકોને સેલ્સ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ કરાવી. કોરોના લોકડાઉન પહેલા ત્રણ વર્ષ અમે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ શહેરો અને ગામડાઓ જેવા કે પોરબંદર, મોરબી, ગોંડલ, શાપર – વેરાવળ, વેરાવળ, સોમનાથ, અમરેલી, બગસરા, ભાવનગર પંથક, જામનગર પંથક, દ્વારકા, ભુજ- કચ્છ પંથક, રૂપાવટી, કોડીનાર, જૂનાગઢ પંથક, સુરેન્દ્રનગર પંથક, રાજકોટ પંથક સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ગામડાઓમાં સ્વાસ્થ્યપ્રદ સેવાઓ સર્વરોગ નિદાન કેમ્પ જેમકે ન્યુરો, ઓર્થો, લેપ્રોસ્કોપી અને જનરલ સર્જરી, ગેસ્ટ્રો, યુરો અને ઓન્કો (કેન્સર)ની સર્જરી એકજ સ્થળે ઉપલબ્ધ કરાવી અંદાજે રપ૦૦૦ થી વધુ દર્દીઓને તપાસી નિદાન કર્યુ એટલું જ નહીં વિનામુલ્યે સર્વરોગ નિદાન સાથે વિનામૂલ્યે દવાઓ પણ આપી. હાલ કોરોના કાળમાં સેલસ કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે કાર્યરત છે. પણ તેની અન્ય સારવાર સદભાવના હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ભવિષ્યમાં પણ વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજી દર્દી નારાયણની સેવા કરવાનો ઉદેશ છે જ. સેલસના સેવાભાવિ તબીબોમાં ડો.વી.બી. કાસુન્દ્રા (એમબીબીએસ, સીસીઈબીડીએમ, એસીએમડીસી, જીડીએમ, પીજીસીડીએમ (ઈન્દોર), ઈબીડીટી – કાર્ડિફ યુનિ.) ડો.નરેશ બરાસરા (એમડી ક્રિટીકલ ફેર), ડો.સચીત ભિમાણી (એમએસ. એમસીએચ ન્યુરો સર્જન, કન્સલટન્ટ બ્રેઈન સ્પાઈન સર્જન), ડો.હિમાંશુ કાનાણી (એમએસ ઓર્થોપેડિક સર્જન), ડો.સાવન છત્રોલા (એમડી, ડીએનબી મેડિસીન), ડો.પ્રતિક રાવલ (એમએસ સર્જન), ડો.ભૂમિકા કાનાણી (એમડી એનેસથેટીસ્ટ) જેવા નામાંકિત તબીબો અને સેલસના સમગ્ર સ્ટાફે આ સેવાયજ્ઞમાં આહુતિ આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને તેમના સ્વાસ્થ્યની જવાબદારી સોંપવા અને સેલસ હોસ્પિટલ ઉપર ભરોસો મુકવા બદલ તમામ ડોકટરોએ સહુનો હૃદય પુર્વક આભાર વ્યકત કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!