જૂનાગઢ શહેર જિલ્લામાં મેઘરાજાની પૂર્નઃ એન્ટ્રી, ખેડૂતો ચિંતિત

 

સોરઠ પ્રદેશમાં મેઘરાજાએ પુર્નઃ એન્ટ્રી કરી હોય તેમ જૂનાગઢ શહેર, ગ્રામ્ય અને જૂનાગઢ જિલ્લામાં માણાવદર, કેશોદ, ભેસાણ, માળીયા અને વંથલી તથા વિસાવદરમાં વરસાદ પડયો હતો. માણાવદરમાં ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળેલ છે. અચાનક ધોધમાર વરસાદ વરસાવાને પગલે મગફળી, કપાસ, તલ, મગ જેવા પાકને ભારે નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં બે-ત્રણ દિવાસ ઉઘાડ રહ્યા બાદ રવિવારે બફારા બાદ વાતાવરણમાં અચનાક પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે કેશોદ પંથકમાં દોઢ ઈંચ, ભેસાણ અને વેરાવળમાં ૧ ઈંચ અને માણાવદરમાં બે કલાકમાં ૩ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આકાશમાં અચાનક કાળા વાદળાઓ સાથે મેઘાવી માહોલ અને વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાની લાગણી ફરી વળી હતી. હવે જાે વરસાદ ચાલુ રહશે તો ખેડૂતો પશુ માટે ઘાંસચારો બચાવો પણ મુશ્કેલ બનશે. ચોમાસામાં નિષ્ફળ ગયેલ પાકનું વળતર કંઈ મળે તેમ ન હોય ખેડૂતો જલ્દી ખેતર ખાલી કરી રહેલ છે. દરમ્યાન માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસવાને પગલે અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હોવાનું જાણવા મળેલ છે. હવામાન વિભાગ દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે પડેલ વરસાદના આંકડા મી.મી.માં આ મુજબ છે જેમાં કેશોદ રર મી.મી., જૂનાગઢ શહેર ૧ર, જૂનાગઢ ગ્રામ્ય ૧ર, ભેસાણ ૧પ, માણાવદર ૭૬, માળીયાહાટીના ૧૬, વંથલી ૧૮ અને વિસાવદરમાં ૧૬ મી.મી. વરસાદ પડેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!