જૂનાગઢ શહેરના બિસ્માર રોડ-રસ્તાને કારણે લોકો દિવસેને દિવસે ત્રાહિમામ થઈ રહ્યા છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં મોટા ભારે વાહનો ખુંચી જવાની ઘટનાઓ બનવાની છે. રોજબરોજ જૂનાગઢ શહેરમાં ચારથી પાંચ ઘટનાઓ વાહન પલ્ટી મારી જવાની બને છે પરંતુ તંત્ર જાણે હજુ સુધી સુતું જ હોય એવું લાગી રહ્યું છે. જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં ગત રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં એક ટ્રક માલ સામાન ભરી અને જતો હતો તે સમયે તળાવ દરવાજાથી જયશ્રી ટોકીઝ તરફના માર્ગ ઉપર ટ્રક ખૂંચી જતાં અફડાતફડી મચી જવા પામી હતી પરંતુ કોઈપણ જાતની જાનહાની થવા પામી ન હતી. ટ્રકના માલિક ટ્રાન્સપોર્ટર દિલીપભાઈએ જણાવ્યું હતું કે દરરોજ અમારા વાહનોના અકસ્માતો આ બિસ્માર રસ્તાના કારણે થઈ રહ્યા છે ત્યારે રોજબરોજની બનતી આવી ઘટનાઓને તંત્રની બેદરકારી સમજવી કે પ્રસાદી? બિસ્માર રોડ,રસ્તાને હવે લોકો પ્રસાદી સ્વરૂપે જોઈ રહ્યા છે. અરે.. રેલ્વે સ્ટેશન ફાટકથી બસ સ્ટેશન તરફ તમો નીકળો તો ખબર પડે કે આપણે રસ્તા ઉપર જઈ રહયા છીએ કે ખાડાવાળી હરીફાઈમાં નીકળ્યા છીએ ? ઠેર ઠેર ખાડામાં ખંડાતા જવાનું અને શરીર સાચવીને જવાનું કોને કયારે કમરમાં દુઃખાવા સહીતનાં દર્દનો સામનો કરવો પડે તે નકકી નથી હોતું આવી પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢવાસીઓ અવર-જવર કરી રહયા છે. ચોમાસાનાં દિવસો તો હવે પુરા થઈ ગયા છે ત્યારે હવે વહેલી તકે જૂનાગઢનાં રસ્તાઓ સુધરે તો ઈશ્વરનો પાડ…
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews