જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં, ગિરનાર ક્ષેત્રમાં ૩ ઈંચ વરસાદ પડયો

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડયા હતા જયારે ગિરનાર ક્ષેત્રમાં અનરાધાર ૩ ઈંચ વરસાદ ખાબકયો હતો. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ પડી જતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. માળીયામાં મોડી સાંજ સુધી વરસાદ પડયો હતો જયારે તાલાલા પંથકમાં ભારે પવન સાથે અડધા કલાકમાં એક ઈંચ વરસાદ પડી ગયો હતો. દરમ્યાન સરકારે ખેડૂતોને પાક નૂકશાનીના વળતરની સહાય જાહેર કરેલ છે. પરંતુ વરસાદની અચાનક એન્ટ્રી થતાં ખેડૂતો નિઃસહાય બની ગયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!