જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વિવિધ સંશોધનમાં ગુજરાતમાં મોખરાનાં સ્થાન ઉપર

0

ગુજરાત રાજયમાં ખેડૂતોને કૃષિ પાકોનું તથા મત્સ્યકારોને મત્સ્ય ઉદ્યોગ અંગે પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે તેમજ આજનાં સમયમાં વિવિધ પ્રકારનાં ખેડ પાકોનું તથા મત્સ્ય ઉત્પાદનનુંસારૂ ઉપ્તાદન મેળવી શકે તે માટે રાજયમાં ૪ જગ્યાએ કૃષિ યુનિવર્સિટી કાર્યરત છે અને નિષ્ણાંત સંશોધનકારો દ્વારા સંશોધન માટેની પ્રક્રીયા રાત-દિવસ જાેયા વિના ચાલી રહી છે. આ દરમ્યાન ગુજરાતમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી નમુનેદાર અને ઉપ્તદન ક્ષેત્રે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સંશોધનો કરવામાં આવે છે. દર વર્ષે સીંગદાણા, તલી, એરડા, તેલીબિયારણમાં અવનવી જાત તો બાગાયત, કઠોળ, મત્સ્ય સંશોધન, ફીશરીઝ, શાકભાજી, એન્જીનીયરીંગ સાધનો, પ્રોસેસીંગ અને ગીરગાય તેમજ જાફરાબાદી ભેસોમાં વિવિધ સંશોધન કરવામાં આવે છે.
આ સંશોધનની કામગીરી રૂપે છેલ્લા વર્ષ દરમ્યાન જુદા-જુદા પાકોની છ જાતો મગફળી-૧, કપાસ-૧, અળદ-૧, બાજરો-ર તથા તુરીયા-૧ વિકસાવવામાં આવ્યા છે. તેમજ કુલ ૪૯ ખેડૂત ઉપયોગી તથા ર૯ વૈજ્ઞાનીકો દ્વારા ખેડૂત સમુદાય માટે ભલામણો બહાર પાડવામાં આવી છે. ખેડૂતોને વાવેતર માટે પુરતા પ્રમાણમાં વિવિધ પાકોનું પ્રમાણીત કરેલ બિયારણ મળી રહે તે માટે યુનિવર્સિટી દ્વારા ૩૭૧૦ કિવન્ટલ બ્રીડર/ન્યુકિલઅસ તથા પ૩પ૦ કિવન્ટલ ટ્રુથફુલ/ફાઉન્ડેશન/સર્ટીફાઈડ બિયારણનું ઉત્પાદન કર્યું છે. જેમાંથી પીપીપી(પબ્લીક પ્રાઈવટ પાર્ટશીપ) મોડલ અંતર્ગત સર્ટીફાઈડ બિયારણનું ખેડૂતોનાં ખેતરે ઉત્પાદન કર્યું છે. જે ખેડૂતોને સાવજ બીજનાં બ્રાન્ડ નામથી વેંચવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા છેલ્લા વર્ષ દરમ્યાન વાણીજય ધોરણે ખેતી ઈનપુટમાં જૈવીક નિયંત્રકો જેવા કે ટ્રાયકોડર્મા ૧૮૭, બ્યુવેરીયા ૧૧પ ટન, પ્રવાહી જૈવીક ખાતરો-એઝેટોબેકટર, રાઈઝોબીયમ અને પીએસબી ૬૬૭૩ લીટર, જૈવીક જંતુનાશકો-એસએનપીવી અને એચએનપીવી ૪૧પ લીટરનું ખેડૂતોને વેંચાણ કર્યું છે. કપાસમાં ગુલાબી ઈયળનાં તેમજ અન્ય પાકોમાં રોગનાં નિયંત્રણ માટે ૪૬,૩૬પ ફેરોમેન ટ્રેપ તથા ૧.૧૧ લાખ જેટલી ફેરોમેન લ્યુર જંતુ નાશકનું ખેડૂતોને વેંચાણ કર્યું છે.
બાગાયતી, ઓૈષધિય તેમજ સુશોભન માટેનાં કુલ ર.૦૦ લાખ જેટલા છોડ, રોપાઓ તથા કલમોનું વેંચાણ કર્યું છે. યુનિવર્સિટીનાં કૃષિ રસાયણશાસ્ત્ર, બાયોટેકનોલોજી વિભાગ સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, તરઘડીયા તથા વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી ખેડૂતોનાં જમીન, પાણીનાં અને છોડનાં કુલ ૮ર,૬પ૭ જેટલા નમૂનાઓનું નજીવા દરે પૃથકકરણ કર્યું છે. યંત્રો અને ઓજારોનાં ટેસ્ટીંગ માટે યુનિવર્સિટી ખાતે કાર્યરત ગુજરાતનાં એકમાત્ર ફાર્મ મશીનરી ટેસ્ટીંગ અને ટ્રેનીંગ સેન્ટર દ્વારા કુલ ૧રપ જેટલા વિવિધ ખેત યંત્રો, ઓજારો, મશીનરી વગેરેનું ટેસ્ટીંગ કર્યું છે. યુનિવર્સિટી દ્વારા છેલ્લા વર્ષ દરમ્યાન પશુપાલનને લગતા સંશોધન હેઠળ કૃત્રિમ બીજદાન કેન્દ્રો દ્વારા ૯૬૪૭ ગીર ગાય અને ૪૪૦૦૦ જાફરાબાદી ભેસનું કૃત્રિમ બીજદાન કરવામાં આવ્યું છે. ઓલાદ સુધારણા કાર્યક્રમ હેઠળ કુલ ૯૪ શુધ્ધ ગીર સાંઢ/જાફરાબાદી પાડાને તથા ધણખૂંટને ગોૈ-શાળા, પાંજરાપોળ, એનજીઓ અને અન્ય પશુ દવાખાનાઓને કૃત્રિમ બીજદાન માટે આપવામાં આવેલ છે.
પશુ સારવાર કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કુલ ૯૩૦૦ જેટલા તથા એમ્બ્યુલેટરી સર્વિસ તેમજ કલીનિક કેમ્પ તથા પશુ સારવાર કેમ્પ દ્વારા કુલ ૧૦પ૩પ પશુઓનાં વિવિધ કેસોનું નિરાકરણ કર્યું છે. ફીશરીઝ સંશોધન કેન્દ્ર, સિકકા દ્વારા ૧૭૧ લાખ જેટલી પર્લ તેમજ એડીબલ ઓઈલનું ઉત્પાદન કરેલ છે, તેમજ ફીશરીઝ સંશોધન કેન્દ્ર, ઓખા દ્વારા ર૮૭ લીટર દરીયાઈ શેવાળનું પ્રવાહી ખાતર વિકસાવી ખેડૂતોને આપવામાં આવેલ છે. સોૈરાષ્ટ્રનાં સમુદ્ર વિસ્તારમાં માછલીઓની જાતીઓનું બારકોડીંગ કરવામાં આવેલ છે. યુનિવર્સિટી દ્વારા છેલ્લા વર્ષ દરમ્યાન કુલ ચાર ટેકનોલોજી મલ્ટીફંકશન ટ્રેપ, મેટીંગ ડીસ્ટર્બન્સ ટેકનોલોજી, ટેકનીક ફોર શુટ એન્ડ ફ્રુટ બોરર અને નેનોફર્ટીલાઈઝરનું પેટન્ટ માટે રજીસ્ટ્રેશન કરેલ છે તથા તમામ પેટન્ટ અરજીઓ પબ્લીકેશન માટે મંજૂર થયેલ
છે. છેલ્લા વર્ષ દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને કૃષિમાં યોગદાન બદલ મહિન્દ્રા સમૃધ્ધિ એવોર્ડ તથા ઈન્સ્ટીટયુટ ઓફ એકસલન્સ એવોર્ડ-ર૦૧૮ મળ્યો છે. શાકભાજી પાકોનાં એઆઈસીઆરપી કેન્દ્ર માટે શાકભાજી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને બેસ્ટ એઆઈસીઆરપી ઓન વેજીટેબલ ક્રોપ્સ-ર૦૧૮ મળ્યો છે. ડો. વી.પી. ચોવટીયા, સંશોધન નિયામકને હરિત પુરસ્કાર એવોર્ડ-ર૦૧૮ ફોર ઈમ્પાવરમેન્ટ ઓફ યુથને મળ્યો છે તેમ કૃષિ યુનિ.નાં સહસંશોધક નિયામક ડો. પ્રમોદ મોહનોતે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!