કૃષિ બિલના વિરોધમાં આવતીકાલે દેશવ્યાપી હડતાલ, ભેંસાણ યાર્ડ જાેડાશે

આવતીકાલે કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં હડતાલ જાહેર કરવામાં આવેલ છે જેમાં ભેંસાણ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટો પણ જાેડાશે અને ભેંસાણ માર્કેટીંગ યાર્ડ ખાતે હરરાજી બંધ રાખવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ત્રણ કૃષિ અધ્યાદેશને લોકસભા અને રાજયસભામાં મંજૂરી આપાઈ છે. આ અધ્યાદેશ ખેડૂતો, કમિશન એજન્ટો અને પ્રજાને નુકશાનકર્તા હોય ભારત દેશના અંદાજે રપ૦ જેટલા કિસાન સંગઠને મંજુર કરાયેલા અધ્યાદેશના વિરોધમાં આવતીકાલે તા. રપ-૯-ર૦ર૦ ના રોજ દેશવ્યાપી હડતાલનું એલાન કરેલ છે જેને ભેંસાણ માર્કેટીંગ યાર્ડે ટેકો જાહેર કરેલ હોય ખેત જણસીની હરરાજી બંધ રહેશે તેમ ભેંસાણ માર્કેટીંગ યાર્ડ દ્વારા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!