અતિવૃષ્ટીએ વધુ એક અન્નદાતાનો ભોગ લીધો : એક જ ગામના બીજા ખેડૂતે આપઘાત કરતાં ચકચાર

0

જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઊભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષની અતિવૃષ્ટિથી પાક બરબાદ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઈ છે અને નાશીપાસ થઈ આત્મહત્યાનું પગલું ભરી રહ્યા છે, બીજીબાજુ સરકારની ખેડૂતો બાબતે ઉદાસીનતા ગંભીર પરીણામ તરફ ખેડૂતોને દોરી જાય છે. ત્યારે રાજ્યમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાનો સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુકી ગામે બીજા એક ખેડૂતે આપઘાત કરી લેતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ૨૫ વર્ષીય જવાનજાેધ ખેડૂતે ૧૦ વિઘાનો પાક નિષ્ફળ જતાં ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. વિગતે ઘટના જાેઈએ તે, સાયલા તાલુકાના ઢેઢુકી ગામના રહેવાસી ૨૫ વર્ષીય ચંદુભાઈ હેમંતભાઈ ખમાણીએ ૧૦ વિઘા જમીનમાં તલના પાકનું વાવેતર કર્યું હતું. જાે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે ખૂબ વધારે વરસાદ થવાથી પાક નિષ્ફળ ગયો, આ ખેડૂતે જેમ-તેમ પૈસા ભેગા કરી જમીનમાં વાવેતર કર્યું હતું, પરંતુ પાક નિષ્ફળ જતાં આર્થિક સંકડામણમાં આવી ગયો અને ખેતરમાંથી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે. મહત્ત્વની વાત એ છે કે, માત્ર ચાર દિવસમાં સાયલા તાલુકાના ઢેઢુકી ગામમાં જ આ બીજા ખેડૂતે આપઘાત કરી લીધો છે. એક જ ગામના બે ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે અને તંત્ર પણ હચમચી ગયું છે. આ સમાચાર ગામમાં વાયુવેગે ફેલાતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારે જવાનજાેધ દીકરો ગુમાવી દેતા પરિવાર ઉપર શોકનું મોજુ ફરી વળ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!