જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં દર વર્ષે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ચાલી રહ્યો હોવાથી પ્રાચીન ગરબીનો કાર્યક્રમ મોકુફ રાખવા આવશે તેમ ગાંધીગ્રામ ગરબી મંડળના પ્રમુખ વીરાભાઈ મોરીની એક યાદીમાં જણાવાયું છે.
જૂનાગઢના ગાંધીગ્રામ ગરબી મંડળના પ્રમુખ વીરાભાઈ મોરીની યાદીમાં જણાવાયું છે કે, તાજેતરમાં સરકારના પ્રવર્તમાન નિયમો અને ગાઈડલાઈન મુજબ આગામી નવરાત્રી દરમ્યાન માતાજીની આરતી તેમજ ૧૧ બાળાઓને એક થી બે ગરબા રાસ લઈ ફકત શુકન સચાવવામાં આવશે. તા. ૧૭-૧૦-ર૦ર૦ થી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ગાંધીગ્રામ વિસ્તારમાં છેલ્લા પ૩ વર્ષથી નવરાત્રીનું સુંદર આયોજન કરાય છે અને આયોજકો દ્વારા ફકત રૂા. ૧ ની ટોકન ફી લઈ અમીર, ગરીબનો કોઈ ભેદભાવ રાખ્યા વગર આશરે ૩પ૦ થી ૪૦૦ બાળાઓ થકી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ગરબીની બાળાઓને ગાંધીગ્રામના રહેવાસીઓ તેમજ લોકોનો સાથ, સહકાર મળતો રહેછે. પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધી ન જાય તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ ન શકે તો અન્ય વ્યક્તિ કોરોનાની મહામારીનો ભોગ બની શકે છે તે બાબતનું ધ્યાન રાખી આગામી નવરાત્રી દરમ્યાન ગરબીનું આયોજન મોકુફ રાખવામાં આવેલ છે. ગાંધીગ્રામ ખાતે નવરાત્રી દરમ્યાન માતાજીની ફકત આરતી માટે ઉપસ્થિત ભાવિકો દ્વારા માં જગદંબા પાસે જગતના કલ્યાણ અર્થે અને ભારત દેશ રોગમુકત બને તે માટે પ્રાર્થના, આરાધના કરવામાં આવશે. નવરાત્રીના નવ દિવસની આરતી તેમજ દશેરાનો હવન પરંપરા મુજબ રાખવામાં આવેલ છે તેમ ગાંધીગ્રામ ગરબી મંડળના પ્રમુખ વીરાભાઈ મોરીની યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીગ્રામ ગરબી મંડળની સ્થાપના પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી અને માતાજીની પરંપરાગત રીતે આરાધના માટેના પર્વને સંપૂર્ણ ભારતીય પરંપરા અનુસાર દર વર્ષે મનાવવામાં આવે છે. કોરોનાના સંકટ વચ્ચે આ વખતે સરકારશ્રીના માર્ગદર્શન મુજબ કાર્યક્રમ યોજાશે તેમ યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews