Thursday, January 21

જગતજનની માં અંબાજીના જયાં બેસણા છે તેવા અંબાજી માતાજીનાં મંદિરે ૧પ દિવસથી લાઈટ બંધ : તત્કાલ પગલા ભરવા માંગ

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં ગરવા ગીરનારની ટોચ ઉપર બીરાજતા જગતજનની માં અંબાજીનાં મંદિરે ૧પ દિવસ કરતા પણ વધારે સમયથી અંધારપટ છવાયો છે. પીજીવીસીએલને રજૂઆતો કરવા છતાં પણ રીપેરીંગ કામ થયું નથી. આગામી દિવસોમાં નવરાત્રી પણ શરૂ થવાની છે. ત્યારે તત્કાલ કરવાની માંગણી ઉઠી છે.
ગિરનાર ઉપર છેલ્લા ૧પ દિવસથી વીજ પુરવઠો બંધ છે જેને લઈને પવિત્ર અંબાજી મંદિરે અંધારા જેવો માહોલ છવાયો છે. આ અંગે પીજીવીસીએલને અનેક રજુઆત કરી છતાં કોઈ રીપેરીંગ કરવામાં નહીં આવતા માતાજીની આરતી કરવા માટે મોબાઈલની લાઈટનો ઉપયોગ કરવો પડી રહયો છે. અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુએ જણાવ્યું કે, છેલ્લા ૧પ દિવસથી ગિરનાર ઉપર લાઈટ નથી. જે અંગે પીજીવીસીએલને અનેક રજુઆત કરી છતાં હજુ સુધી કોઈ રીપેરીંગ માટે કામગીરી કરવામાં આવી રહી નથી. લાઈટ ન હોવાના કારણે ૧પ દિવસથી માતાજીની આરતી માટે હવેલી સવારે અને સાંજે અંધારામાં મોબાઈલની લાઈટ અથવા ટોર્ચનો ઉપયોગ કરી રહયા છીએ. તેમજ માતાજીને સ્નાન સહિતની વિધિ માટે પવિત્ર પાણી માટે છેક નીચે પ૦ પગથીયા ઉતરીને ડબ્બાથી પાણી ભરીને લાવવું પડે છે, કારણ કે લાઈટ ન હોવાથી મંદિરના પાણીના ટાંકા ભરી શકાતા નથી. બપોરે માતાજીને ભોગ પ્રસાદ ધરવા માટે રસોઈ બનાવવા માટે પાણી હોતું નથી. આ અંગે સત્વરે યોગ્ય કરવા જણાવ્યું છે. આ અંગે પીજીવીસીએલના અધિકારીઓએ બાપુને જણાવેલ કે, માળવેલ પાસે એક વાયર સળગી જવાથી લાઈટ બંધ છે અને વરસાદના કારણે રીપેરીંગમાં સમય લાગે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!