ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે ગૃહમાં રજૂ કરાયેલા કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યની નાણાંકીય સ્થિતિ કથળી હોવાનું રિપોર્ટ ઉપરથી ફલિત થાય છે. કેગના રિપોર્ટ મુજબ રાજ્યની કર આવકમાં અંદાજ કરતાં ૮૦ હજાર કરોડનું ગાબડું પડ્યું છે તો રાજકોષીય ખાધમાં પાંચ હજાર કરોડનો વધારો થયો છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના ૫ દિવસ માટે મળેલા ચોમાસુ સત્રનો અંતિમ દિવસ હતો. ચોમાસુ સત્રના અંતિમ દિવસે રાજ્યની નાણાંકીય સ્થિતિ અંગેનો કેગ (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews