કેન્દ્ર સરકારના અત્યંત મહત્વાકાંક્ષી એવા રાષ્ટ્રીય આયુષ અભિયાનની ગુજરાત રાજયમાં કામગીરી સામે અનેક ઉણપો બહાર આવી છે. આયુષમાં ડોકટરોની નિમણૂકનો અભાવ તથા રાજયના ૩૩ જિલ્લા પૈકી આઠ જિલ્લામાં તો આયુષ હોસ્પિટલો જ ઉપલબ્ધ કરાઈ ન હોવાની ગંભીર નોંધ કેગએ લીધી છે. વિધાનસભામાં રજૂ થયેલ ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા એવા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના અહેવાલમાં આયુષની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં બિન કાર્યરત વેલનેસ સેન્ટર, ઓપરેશન થિયેટરનો અભાવ, લેબોરેટરીમાં સાધનોના અભાવ, આયુર્વેદ હોસ્પિટલમાં ઔષધોના સ્ટોકનો અભાવ તથા તેમાં આયુર્વેદ ડોકટર, મેડીકલ ઓફિસર, વૈદ્ય સહિતની ચાવીરૂપ જગ્યાઓમાં કમી, તેમજ કેટલીક આયુર્વેદ ફાર્મસી લાયસન્સ વગર જ દવાઓ પુરી પાડતી હોવાનું બહાર આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews