અંકલેશ્વર કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી એફ્લુઅન્ટ પાઈપલાનમાં પડેલું ભંગાણ ૧૦ દિવસ વીતવા છતાં રીપેર ન થતા ૧૮૦૦ કેમિકલ ઉદ્યોગ ઠપ્પ થયા છે. દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર બંધ પડવાથી રોજના કરોડોના પ્રોડક્શન લોસ સાથે નિકાસ ઉપર પણ મોટી અસર પડી રહી છે. માત્ર અંકલેશ્વર એસ્ટેટ રોજના ૧૦૦ કન્ટેનર કેમિકલ વિદેશ રવાના કરે છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે દેશનું સૌથી મોટું કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયા જીઆઇડીસી ૧૦ દિવસથી એક લીકેજ રીપેર ન થવાના કારણે બંધ થઇ છે. મોઠીયા નજીક એફ્લુઅન્ટ પાઈપલાઈન લીકેજ થયા બાદ ભારે વરસાદના કારણે રીપેરીંગમાં સતત વિલંબ થઇ રહ્યો છે. કેમિકલ ક્લસ્ટરમાંથી ડાઇઝ, પીગ્મેન્ટ, પેસ્ટિસાઇડ્સ, ઇન્ટરમીયેટ્સ અને બલ્ક ડ્રગ દુનિયાના દેશોમાં નિકાસ કરાય છે. રોજનું સરેરાશ ૧૦૦ કન્ટેનર કેમિકલ માત્ર અંકલેશ્વર નિકાસ કરે છે. ત્યારે ૧૦ દિવસથી બંધ ઉદ્યોગોની હાલત દયનિય બની છે. ભારતમાંથી નિકાસ થતા કેમીકલનું માર્કેટ તોડવા ચીન સતત પ્રયત્નશીલ રહેતું હોય છે. સસ્તા અને બલ્ક પ્રોડક્શનથી ચીન ભારતીય ઉત્પાદનો સામે મજબૂત લડત આપે છે.
રીપેરીંગમાં થતો વિલંબ ઉપરાંત વીજ ધાંધિયાના કારણે કેમિકલ ઉદ્યોગોના પ્રોડક્શનને અસર પહોંચે છે. નિકાસકારો અનુસાર કોવિડ બાદ માંડમાંડ બેઠા થતા ઉદ્યોગોને આ બધી બાબતો પડતા ઉપર પાટુ મારે છે. એક અંદાજ મુજબ ૧૦ દિવસમાં ૧૦૦૦ કરોડથી વધુના નિકાસને અસર પડી છે. ગ્લોબલ માર્કેટમાં ભારતીય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદનોનો દબદબો છે. વિદેશી આયાતકાર ડિલિવરી સમય ઉપર માંગતા હોય છે અન્યથા પેનલ્ટી અને ઓર્ડર કેન્સલ કરવું સુધીના પગલાં લે છે ત્યારે ઠપ્પ થયેલા ઉદ્યોગો વિદેશી ગ્રાહક ગુમાવવાનો પણ ભય વ્યક્ત કરી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews