કૃષિ બિલના વિરોધને સમર્થન : ઉત્તર ગુજરાતની ઉંઝા સહિતની APMC માર્કેટો રહી બંધ

0

કૃષિ બિલના વિરોધ ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે જેની અસર ગુજરાતમાં પણ દેખાઈ છે. ઉત્તર ગુજરાતમાં કૃષિ બિલના વિરોધમાં એશિયાની સૌથી મોટી APMC ઊંઝા તેમજ મહેસાણા, વિસનગર, વિજાપુરના APMCના વેપારીઓ અને ખેડૂતો દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું અને વેપારીઓ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા. વેપારીઓએ પોતાની જાતે ધંધા-રોજગાર બંધ રાખીને કૃષિ બિલના વિરોધમાં ખેડૂત સંગઠનોને સમર્થન આપ્યું હતું. જાે ઊંઝા APMCના વહીવટકર્તાઓએ વેપારીઓને APMCમાં બંધ ન રાખવા માટે વિનંતી કરી હતી. છતાં પણ વેપારીઓ દ્વારા ખેડૂતોના સમર્થનમાં પોતાની દુકાનો બંધ રાખી હતી જેના કારણે ઊંઝા APMCમાં હરાજી બંધ રહી હતી. કૃષિ બિલના વિરોધમાં ઉત્તર ગુજરાતની APMC માર્કેટો બંધ છે. ત્યારે મહેસાણા APMC માર્કેટના વેપારીએ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કૃષિ બિલ બહાર પાડ્યું છે તેના વિરોધમાં આજે બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસની સરકારમાં જ્યારે આ બિલ લાવવામાં આવ્યું હતું, ત્યારે ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ જ્યારે બિલ લાવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે. ભાજપ- કોંગ્રેસની મિલીભગતના કારણે ખેડૂતો અને વેપારીઓની સાથે બધા જ વર્ગના લોકો પીસાઈ રહ્યા છે. અત્યારે ગમે તે માર્કેટમાં ખેડૂતો પોતાનો પાક વેચી શકે છે. આ બિલમાં સરકારે નવું કંઈ આપ્યું નથી. કેન્દ્ર સરકારને ખેડૂતોનો માલ ખરીદવો હોય તો સરકાર માર્કેટયાર્ડમાં આવીને હરાજીમાં બોલીને ખેડૂતોનો માલ ખરીદે પરંતુ સરકારને આ પ્રકારે માલ ખરીદવો નથી. સરકારને તેમના ગોડાઉન ઉપર માલ ખરીદી ખેડૂતોને ચેકથી પેન્ટ આપી માલ ખરીદ્યાના થોડા સમય પછી પૈસા આપે છે. પરંતુ તેની સામે માર્કેટયાર્ડમાં ખેડૂતોને રોકડા પૈસા મળી જતાં હોય છે. સરકારે પણ આ નીતિ અપનાવવી જાેઈએ અને જે તે માર્કેટિંગ યાર્ડની અંદર જઈને ટેકાના ભાવે માલ લેવો જાેઈએ એવું અમારા વેપારીઓનું કહેવું છે. વેપારીઓ કહી રહ્યા છે કે, જે ખેડૂતને પથી ૧૦ દસ બોરી અનાજની ઉપજ થાય તે પોતાની પથી ૧૦ બોરી ગુજરાતની બહાર વેચવા જવાનો નથી અને તેને અનાજનું માર્કેટયાર્ડમાં વેચાણ કરવું પડે છે. આ ઉપરાંત કોઈ પણ વેપારી ગામડે વજન કાંટા લઈને અનાજ લેવા જવાનો નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!