જૂનાગઢ સહિત રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં જેની સેવાકીય પ્રવૃત્તિની સર્વત્ર સરાહના કરવામાં આવી રહી છે અને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાયનાં માર્ગદર્શન હેઠળ આ સંસ્થાના કાર્યકર્તાઓ રાત-દિવસ જાેયા વિના સતત સેવાયજ્ઞ ચલાવી રહયા છે. ત્યારે લોકડાઉનની ગંભીર પરિસ્થિતિમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી શ્રેષ્ઠ અને વિશાળ રસોડાની સેવા બદલ ફ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનું રાજકોટ શહેર પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિને બીરદાવવામાં આવી હતી.
રાજકોટ – જૂનાગઢ સહિતના સેન્ટરોમાં શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકિય પ્રવૃતિ ચાલી રહી છે. ખાસ કરીને જરૂરીયાતમંદ લોકોને મદદ પહોંચાડવી, ભુખ્યાઓને ભોજન આપવું, નીરાધાર અને આધાર આપવો તેમજ આજના વર્તમાન સમયમાં બહેનોને રોજગારી મેળવવામાં ઉપયોગી એવા જુદા-જુદા તાલીમી કોર્ષનું આયોજન કરવું. તાજેતરમાં જ જૂનાગઢ, માણાવદર, રાજકોટ, સહિતનાં શહેરોમાં કોરોનાનાં કહેર સામે રક્ષણાર્થી વિવિધ વસ્તુઓમા માસ્ક, સેનીટાઈઝર, નાસ મશીન વગેરે ચીજ વસ્તુઓ રાહત ભાવે આપવામાં આવી અને બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. લોકડાઉનનાં સમય ગાળા દરમ્યાન સ્ત્રીબોલ બાલા ચેરીટેબલ ટ્રસ્ટે ૭ર દિવસમાં ર૦ લાખથી વધુ લોકોને તેમના સ્થાન ઉપર જઈ જમાડવામાં આવ્યાં છે. અને આવી સર્વશ્રેષ્ઠ વિશાળ રસોડાની સેવા બદલ શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાય અને સંસ્થાનું રાજકોટ શહેર પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. હાલ જયારે અતિ પવિત્ર એવો પરસોતમ માસ ચાલી રહયું છે. ત્યારે બોલબાલા ટીમ ગોંડલ અને પાપાહારી ગણપતિ મંદિરનાં સહયોગથી વૃધ્ધ, અશકત, બિમાર ગાય માતાઓને લાપસી પીરસવામાં આવી હતી. વિજયભાઈ ભટ્ટ અને જયેશભાઈ ઉપાધ્યાયનાં માર્ગદર્શન હેઠળ આ સેવાની કામગીરી કરવામાં આવી હતી. જયારે કોરોનાનાં કહેર દરમ્યાન બોલબાલા ટ્રસ્ટ તેમજ પાપાહારી ગણપતિની ટીમ દ્વારા ગોંડલ, વિરપુર, માલીયાણા સહિતનાં વૃધ્ધાશ્રમ અને દિવ્યાંગ સંસ્થાઓને નિઃશુલ્ક માસ્કનાં વિતરણ કરવામાં આવ્યું હતું આમ અનેક સેવાકીય પ્રવૃતિ થકી આ સંસ્થા સૌરાષ્ટ્રભરમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી રહયું છે. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જરૂરીયાતમંદ લોકોને મદદ કરવાનો સમય આવે ત્યારે આ સંસ્થા કયારેય પણ પાછી પાની કરતી નથી. અને લોકોની સેવા કરવાનો જે અવસર ઈશ્વરે અમનો આપ્યો છે તેનો અમે પુરેપુરો સદઉપયોગ કરીએ છીએ. શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનાં તમામ કાર્યકર્તાઓ, દાતાશ્રીઓ અને અમોને સહયોગ આપનારા તમામ લોકોના સાથ સહકાર સાથે અમારી સેવાકીય પ્રવૃતિ સતત કાર્યરત છે. અમારો એકજ ઉદેશ છે. મદદનો પોકાર પડે છે. મદદ પહોંચાડવી અને અમારી અવરીત સેવાકીય પ્રવૃતિ અને સેવાયજ્ઞનો જરૂરીયાતમંદ લોકોને લાભ પુરેપુરો પ્રાપ્ત થાય એવા અમારા પ્રયાસો છે. તેમ જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews