શું સરકાર પાસે કોરોના વેક્સિન ઉપર ખર્ચ કરવા ૮૦,૦૦૦ કરોડ રૂપિયા છે ? : અદાર પૂનાવાલા

0

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ સરકાર ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વેધક સવાલ પુછ્યો છે. પૂનાવાલાએ સરકાર તરફથી કોરોના મહામારીના આગળના પડકારોને લઈ મહત્વનો સવાલ કરતા કહ્યું કે, શું કેન્દ્ર સરકાર પાસે કોરોના વેક્સિન માટે ખરીદી અને વિતરણ કરવા માટે આગામી એક વર્ષ ખર્ચ કરવા માટે ૮૦,૦૦૦ કરોડ રૂપિયા  છે ? આદર પૂનાવાલાએ ટિ્‌વટર ઉપર લખ્યું કે, શું ભારત સરકાર પાસે આવનારા એક વર્ષમાં ૮૦,૦૦૦ કરોડ રૂપિયા હશે ? કારણ કે ભારતના તમામ લોકો માટે કોરોનાની વેક્સિન ખરીદવામાં અને વિતરણ કરવામાં આટલો ખર્ચ થશે. વડાપ્રધાન કાર્યાલયને ટૅગ કરતા તેમણે આ સવાલ કર્યો છે. સાથે એ પણ કહ્ય્ છે કે આ એક પડકાર છે, આપણે તેનો સામનો કરવાનો છે. પૂણેમાં આવેલ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની છે. તે કોરોના વાયરસની અલગ-અલગ રસીઓ ઉપર પણ કામ કરી રહી છે. ઉપરાંત વિશ્વની કોરોના વેક્સિનના બહોળા પ્રમાણમાં ઉત્પાદન માટે પણ કરાર કરવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે, ભારતની GDP હાલ માઈનસ ઉપર ચાલી રહી છે અને દેશની અર્થવ્યવસ્થાના હાલ પણ ખૂબ જ ખરાબ છે, દેશમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે એવામાં એક સવાલ એ પણ છે કે, જાે કોરોના વેક્સિન મળી જાય ત્યારે તેની કિંમત કેટલી રાખવામાં આવશે. લોકડાઉનને કારણે લોકોના ખિસ્સાની સાથે સરકારના ખજાનોઓ પણ ખાલી થઈ ગયા છે. હાલની પરિસ્થિતીને જાેતા સરકાર અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવાના પ્રયાસો કરી રહી છે, જેના કારણે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાનનાં સીઈઓનો સવાલ વાજબી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!