જામકંડોરણા, જેતપુર, લોધિકા અને ધોરાજીના સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ જામકંડોરણા ખાતે યોજવામાં આવ્યો હતો. જામકંડોરણા કોમ્યુનીટી હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત તેમાં ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પુરી પાડવા આવે છે તથા સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવા તથા કાંટાળી વાડ આપવામાં આવે છે તેમજ આ કાર્યક્રમમાં મંજૂરી પત્ર/હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયા, પ્રાંત અધિકારી મીયાની, માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠલભાઈ બોદર, જામકંડોરણા સરપંચ ગૌતમભાઈ વ્યાસ, ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કરશનભાઈ સોરઠીયા, જસમતભાઈ કોયાણી, કરણસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, દલિત અગ્રણી કાનજીભાઇ પરમાર, ખીમજીભાઈ બગડા તેમજ ખેડૂત મિત્રો અને લાભાર્થીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ ખેતીવાડી અધિકારી શ્રી ટીલવાએ કરી હતી. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews