માંગરોળ તાલુકા આહીર સમાજ દ્વારા કોરોના મહામારીમાં લોકસેવારૂપી રક્તદાન કેમ્પ યોજાયો

0

કોરોના મહામારી વચ્ચે આજે સમગ્ર દેશ પીડાઈ રહ્યો છે. દેશની દરેક હોસ્પિટલ આજે દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે સારવાર લેતા દર્દીઓને લોહીની જરૂરિયાત પડતી હોય છે ક્યારેક પૂરતું લોહી ના મળતા જીવ પણ જોખમમાં મુકતો હોય છે ત્યારે કોરોના મહામારી વચ્ચે માંગરોળ તાલુકા આહીર સમાજ દ્વારા રહીજ ગામે સમાજની આવેલી જગ્યામાં જમનાવડ દાદાના મંદિરના હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ કેમ્પમાં સમગ્ર તાલુકામાંથી આહીર સમાજના યુવાનોએ આવી રક્તદાન કર્યું હતું અને ૧૫૦ જેટલી બોટલ રક્તદાન કરી બ્લડ બેન્કને આ કપરા સમયમાં સાથ આપ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટા, પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા, હીરાભાઈ જોટવા સહીતના આગેવાનો ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. રહીજ ગામના સરપંચ અનિલાબેન ભારત રામના યજમાન રૂપી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આહીર સમાજના યુવાનો વેજાભાઇ ચાંડેરા, ગોવિંદભાઇ ચોચા, જેઠાભાઇ નંદાણીયા, ગોવાભાઈ ચાંડેરા રવિભાઈ નંદાણીયા સહીત આસપાસના ગામના યુવાનો અને સરપંચોએ જહેમત ઉઠાવી ઉત્સાહથી જોડાઈ આ વિસ્તારમાં સેવારૂપી અનોખી પહેલ કરી રક્તદાન મહાદાનનો સંદેશો આપ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!