દ્વારકા : ૧ર ક્રુ-મેમ્બરને ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા

0

ઓખાથી ૧૦ નોટીક્લ માઈલ દૂર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલ માલ વાહક જહાજનાં ૧ર ક્રુ-મેમ્બરને ગત મોડી રાત્રે ઇન્ડીયન કોસ્ટગાર્ડની ટીમે બચાવી લીધા છે. કોઈપણ કારણસર ખાંડ અને ચોખા ભરેલ જહાજ ડૂબી જતા ખલાસીઓને વહાણ છોડવા મજબુર બનવું પડ્યું હતું. આ ઘટનાને પગલે તાત્કાલિક બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરિયાઈ સીમાડાનું રક્ષણ કરતી એજન્સીએ ૧૨ મેમ્બરને બચાવી ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડ એમએસવી કૃષ્ણ સુદામા વહાણના ૧૨ ક્રુને ઓખાથી ૧૦ નોટિકલ માઇલની આસપાસ બચાવી લીધા હતા. ચોખા અને ખાંડનો જથ્થો ભરેલ એમએસવી કૃષ્ણ સુદામાના વહાણમાં ડૂબતું હોવાની ભારતીય કોસ્ટ ગાર્ડને માહિતી મળી હતી. જેને લઈને શોષ અને બચાવ તુરંત શરૂ કરવામાં આવ્યું હતું.
જેમાં કોસ્ટગાર્ડ શિપ સી-૪૧૧ ઓખાથી રવાના થઈ હતી, કોસ્ટ ગાર્ડ વહાણ સી-૪૧૧ દક્ષિણ રોબિન દ્વારા સૂચવાયેલ સ્થાને પહોંચ્યું હતું, જ્યાં ડૂબી ગયેલ જહાજના અમુક કાટમાળ વચ્ચે તરતા ૧૨ ખલાસીઓઓને કોસ્ટગાર્ડની ટીમે બચાવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!