જૂનાગઢના રોહન ઠાકરે નાની ઉંમરમાં પેઈન્ટીંગ ક્ષેત્રમાં ઝળહળતી સફળતા હાંસલ કરી છે. આ અંગે રોહન ઠાકરે જણાવ્યું હતું કે, મારી ઉંમર ૧૭ વર્ષની છે અને હું ૧૪ વર્ષથી પેઇન્ટિંગનું કાર્ય કરૂં છું. હું અઢી વર્ષનો હતો ત્યારે મેં પહેલું ચિત્ર હાથીનું બનાવ્યું હતું. મેં અત્યાર સુધી કોઈ કલા શિક્ષક પાસેથી ટ્રેનિંગ નથી લીધી. મને કલા દ્વારા સતત પ્રેરણા મળતી હોવાથી મેં મારા ૧૪ વર્ષના કાર્યકાળમાં સતત અને સતત અને લક્ષ્ય રાખીને આજે હું બાર નેશનલ એવોર્ડ તેમજ પાંચ ઈન્ટરનેશનલ એવોર્ડ મેળવી ચુક્યો છું તેમજ તાજેતરમાં મેં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે હાઇ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સ્થાપિત થયેલ છે જેમાં મેં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક ફ્રેમની અંદર ૫૧ જેટલા ચિત્ર તેમને બાળપણથી લઈને અત્યાર સુધીની સ્મૃતિઓ રજૂ કરી છે. જે ચિત્ર બનાવવા માટે માત્ર ૧૫ દિવસનો સમય લીધો હતો અને આજે પણ હું અને મારા મમ્મી-પપ્પાના જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલીઓની વચ્ચે પણ હું કલાકાર બનવાનું સપનું જાળવી રાખું છું. મેં ઘણી બધી નિષ્ફળતાઓ અને મુશ્કેલીઓ જોઈ છે તેથી હું બીજા લોકોને કહેવા માગું છું કે કોઈપણ સ્થિતિમાં તમે હસતા રહો અને કામ કરતા રહો. ૨૦૧૯માં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે શુભેચ્છા પત્ર મેળવી ચુક્યો છું તેમ તેણે વધુમાં જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews