જૂનાગઢ એસઓજી પોલીસે ગુન્હો કરવાની ફિરાકમાં જૂનાગઢ શહેરના ખામધ્રોળ રોડ ઉપર ફરતા બે શખ્સોને એક પિસ્તોલ, એક રિવોલ્વર અને કાર્ટીસ સાથે ઝડપી લીધા હતા તેમજ આ હથિયારો સપ્લાય કરનાર જૂનાગઢ, ધણફુલીયા અને સુરેન્દ્રનગરના ૩ શખ્સોના નામ ખુલતાં તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ એસઓજીના પીએસઆઈ જે.એમ.વાળા સહિતના સ્ટાફે ગઈકાલે સાંજે તેમને મળેલ બાતમીના આધારે જૂનાગઢ શહેરના ખામધ્રોળ રોડ ઉપરથી જયુપીટર લઈ પસાર થતા જૂનાગઢના જમાલ સીદીક કુરેશી(ઉ.વ. ૩પ) અને મોઈન ઉર્ફે બાઠીયો લતીફ પરમાર (ઉ.વ. ૪ર, રહે. હર્ષદનગર-૧)ને અટકાવી તલાશી લેતાં તેના નેફામાંથી અને સ્કુટરની ડીકીમાંથી દેશી બનાવટની એક રિવોલ્વર, એક પિસ્તોલ અને ૪૧ જીવતા કાર્ટીસ મળી આવતાં પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી તાલુકા પોલીસમાં ગુન્હો નોંધાવેલ છે. ઝડપાયેલા ૪૧ કાર્ટીસમાંથી ૩પ કાર્ટીસ ૭.૬પ એમએમના છે જયારે બે કાર્ટીસ રિવોલ્વરના તેમજ ૪ મોટા ૧ર બોરના કાર્ટીસનો સમાવેશ થાય છે. આ શખ્સો હથિયાર સાથે કોઈ ગુન્હો કરવાની ફિરાકમાં હતા અને તેને પોલીસે ઝડપી લીધા છે. આ શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરતાં એવું બહાર આવેલ હતું કે જમાલ સીદીક કુરેશીએ જૂનાગઢના અમિત બારોટ પાસેથી પિસ્તોલ અને ધણફુલીયાના હુસેનશા હમીદશા રફાઈ પાસેથી ૩૯ કાર્ટીસ ખરીદેલ હતા. જયારે મોઈન ઉર્ફે બાઠીયો લતીફ પરમારે સુરેન્દ્રનગરના મુના હુસેન મલેક પાસેથી એક રિવોલ્વર અને બે કાર્ટીસ ખરીદેલ હતા. આ અંગે પાંચેય શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું તેમજ આ કેસમાં હજુ પણ વધુ હથિયારો પકડાય તેવી શકયતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ કામગીરીમાં એસઓજી પીઆઈ એચ.આઈ.ભાટી, પીએસઆઈ જે.એમ.વાળા, પોલીસ હેડ કોન્સ. એમ.વી. કુવાડીયા, સામતભાઈ બારીયા, પોલીસ કોન્સ. મજીદખાન હુસેનખાન, અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઈ, મહેન્દ્રભાઈ દાનાભાઈ, ધર્મેશભાઈ વાઢેર, રવિભાઈ ખેર, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, પરેશભાઈ ચાવડા, ભરતસિંહ સિંઘવ, રવિરાજ વાળા, ડ્રાઈવર-પોલીસ કોન્સ. બાબુભાઈ નાથાભાઈ, જયેશભાઈ બકોત્રા વિગેરે સ્ટાફ જાેડાયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews