વંથલી પી.એસ.આઈ. દ્વારા એક યુવકને જાહેરમાં બેફામ લાકડી વડે ફટકારતા તેનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા રોષ ફેલાયો છે. શુક્રવાર સાંજના સમયે વંથલી ખાતે રહેતા આદીલ નામનો યુવક તેના પીતાને લઈ જતો હતો તે સમયે વંથલી પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહયું હતું ત્યારે પોલીસ તંત્ર દ્વારા યુવકને રોકી માસ્ક કેમ નથી પહેર્યું તે બાબતે પૂછતા યુવકે તેના પીતાની તબીયત સારી નથી તેમને લઈ હોસ્પિટલ જાવ છું તેમાં રહી ગયાની વાત કરી હતી બંન્ને વચ્ચેની ચર્ચાર્માં પી.એસ.આઈ ઉશ્કેરાયા હતા અને કાયદા મુજબ દંડની કાર્યવાહી કરવા બદલે યુવકના કહેવા પ્રમાણે ગાળો આપી અને યુવક ઉપર ટુટી પડયા હતા અને જાહેરમાં પોલીસની સરકારી જીપ પાછળ યુવકને ભર બજારે માર માર્યો હતો. જે ઘટનાનો વિડીયો કોઈ નાગરીક દ્વારા ઉતારી લેવાયો હતો જે વિડીયોમાં યુવકના પીતા હાથ જોડી આજીજી કરતા જોવા મળ્યા હતા પણ સત્તાના નશામાં ચુર પોલીસ અધિકારી દ્વારા સુરાતન ચડયું હોય તેમ શહેરમાં બે જાહેર જગ્યા ઉપર યુવકને જાહેરમાં માર માર્યો હતો અને યુવક અને તેના પિતાને ચોવીસ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રખાયા હતા. યુવકને દુઃખાવો થતા પ્રથમ વંથલી સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં મુસ્લિમ એક્તા મંચના અધયક્ષ ઈમ્તીયાઝ પઠાણ સહીત મુસ્લિમ એક્તા મંચના કાર્યકરો જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને હોસ્પિટલના બિછાને પીડીત યુવકની મુલાકાત કરી હતી. ઈમ્તીયાઝ પઠાણ દ્વારા જણાવાયું હતુ કે સમગ્ર મામલે પિડીત યુવકની મુલાકાત કરી વિગતો મેળવી છે અને આ પ્રકારનું કૃત્ય વંથલી પોલીસ અધીકારી માટે અશોભનીય છે. લોકશાહીમાં કોઈપણ વ્યકિતને જાહેરમાં માર મારવો એ માનવ અધિકારોનું ખૂલ્લું હનન કહેવાય, સત્તાનો દુરૂઉપયોગ કરનાર કોઈપણ અમલદાર હોય તેમના ઉપર શિક્ષાત્માક પગલા લેવાવા જોઈએ સમગ્ર મામલે ઉચ્ચકક્ષા રજૂઆત કરાશે અને કાયદાની પરિભાષામાં કાર્યવાહીની માંગ કરાશે તેવું ઈમ્તીયાઝ પઠાણ દ્વારા જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews