માણાવદરનાં વેળવા ગામે વેપારી, કાર્યકર સહિત ૬ શખ્સો જુગાર રમતા પકડાયા

માણાવદરનાં વેળવા ગામેથી પોલીસે વેપારી, કાર્યકર સહિત ૬ શખ્સો જુગાર રમતા ઝડપી લેતા ચકચાર મચી ગઇ હતી. માણાવદર તાલુકાના વેળવા ગામે રહેતો રણધીર નાથાભાઇ ડાંગર નામનો શખ્સ તેનાં રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોવાની માહિતી મળતા ગત રાત્રે પીએસઆઇ પી.વી.ધોકડીયાએ સ્ટાફના વિક્રમ પરમાર વગેરે સામે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે રણધીર ડાંગર તેમજ વેળવા ગામનો પટેલ ભીખુભાઇ નાનજી શોભાસણા, વિનોદભાઇ દેવાભાઇ મકવાણા, વેપારી મહેશ મગનભાઇ મેંદપરા, વિનોદ દેવાભાઇ પરમાર અને કાર્યકર અશોક લખમણભાઇ ડાંગર સહિત છ શખ્સોને રૂા.૧૮,ર૦૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ ત્રણ મોબાઇલ સહિત કુલ રૂા.રર,૪૦૦નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જયારે કેશોદનાં હેડ કોન્સ્ટેબલ પી.એમ. બાબરીયાએ કેશોદ નજીકના કેવદ્રા ગામે રહેતી જયાબેન ભુરાભાઇ વાઢીયા(ઉ.વ.રપ) સંચાલિત જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે અહિંથી જુગારધામની સંચાલિકા જયા વાઢીયા તેમજ તેનાંજ ગામનો જીતુ રામભાઇ વાઢીયા, સંજય અરસીભાઇ વાઢીયા, ભરત રામભાઇ વાળા, પીનલ હરસુખભાઇ ઠુંમર, અશ્વિન ગોવિંદભાઇ વાઢીયા, સુનીલ છગનભાઇ ખાણીયા, મલુબેન રોશનભાઇ વાઢીયા, દક્ષાબેન મોહનભાઇ કિંદરખેડીયા અને કાજલબેન અશ્વિન વાઢીયાને રૂા.૧૯પપ૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા. પોલીસે આ શખ્સો પાસેથી રૂા.૧૪ હજારની કિંમતનાં પાંચ મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂા.૩૩,પપ૦નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે ચોરવાડનાં પો.હે.કો. પી.એસ. કરમટા અને સ્ટાફે ચોરવાડ ખડાવાડી વિસ્તારમાં જુગાર અંગે રેડ કરતાં ત્રણ શખ્સોને રોકડ રૂા. ૪૪૭૦ સાથે ઝડપી લીધેલ છે. તેમજ ચોરવાડનાં ખોરાસા ગામેથી ૪ શખ્સોને રોકડ રૂા. ૪ર૩૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!