ખંભાળિયાના મોવણા ગામેથી મળેલ યુવાનની લાશ

0

ખંભાળિયા તાલુકાના મોવણા ગામે પાસે નદીના પાણીમાં એક યુવાનની લાશ તરતી હોવાની વિગત ઉપરથી ખંભાળિયા પો.ઇ. જી.આર.ગઢવી તથા સ્ટાફે ઘટના સ્થળે જઇને તપાસ કરતા હાડકાનો માવો થવા જેવી સ્થિતિના એક યુવાનની લાશ મળી આવી હતી. જે યુવાન ૧૦-૧ર દિવસ પહેલા મરી ગયાનું અનુમાન કરાયું હતું. સતત પાણીમાં કોહવાય ગયેલી આ લાશ ચામડી ખવાઇ જતા ખોપરીમાં પાંસળીઓ સાથે હાડકાના માળા જેવી અત્યંત ભયાનક લાશને પોલીસે પી.એમ.કરવાની કાર્યવાહી તથા તપાસ હાથ ધરી હતી કે ખરેખર મૃત્યું, અકસ્માત કે આત્મહત્યા કે પછી હત્યા છે. મૃતકે પહેરેલા શર્ટ ઉપર પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ સુરતનું સ્ટીકર હતું તથા આ શિક્ષક કે કોઇ વિદ્યાર્થી કોણ છે તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી છે. નજીકના વિસ્તારોમાં ૧૦-૧ર દિવસમાં ગુમ થયેલા વ્યકિતઓ આ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!